Home Gujarat Surat Uttarayan Undhiyu Business Report 2026

મોંઘવારી પર સ્વાદ ભારે : સુરતમાં 45 કરોડના ઉંધિયુના વેચાણનો અંદાજ

મોંઘવારી પર સ્વાદ ભારે
Published by: Offbeat Team
| Last Updated: Jan 14, 2026, 04:36 AM IST

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ વર્ષે મકરસંક્રાંતિના પર્વ પર આકાશમાં પતંગોની સાથે ખાણીપીણીના બજારમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. ઉત્તરાયણ નિમિત્તે સુરતીઓએ મોંઘવારીની ચિંતા છોડીને પરંપરાગત ઉંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા મુખ્ય વિસ્તારોમાં જાણીતી ફરસાણની દુકાનોની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. આર્થિક અંદાજ મુજબ, આ વર્ષે સુરત શહેરના નાગરિકો અંદાજે 45 કરોડ રૂપિયાનું ઉંધિયું આરોગી જશે. ગત વર્ષે આ આંકડો 30 કરોડની આસપાસ હતો, જેમાં આ વર્ષે ભાવવધારો અને માંગના કારણે મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ગૃહિણીઓને રસોડામાંથી મળી મુક્તિ

સુરતમાં એક કહેવત છે કે ઉત્તરાયણ એટલે રસોડાને રજા અને ઉંધિયાની મજા. આ રિવાજને કારણે લોકો કિલો દીઠ 100 થી 150 રૂપિયાનો વધારો હોવા છતાં ખરીદીમાં જરાય પાછા પડ્યા નથી. ઉંધિયું બનાવવા માટે વપરાતા ખાસ શાકભાજીની કિંમતમાં છેલ્લા બે દિવસમાં મોટો વધારો થયો છે. સુરત APMC માર્કેટમાં સુરતી પાપડી, રતાળુ, શક્કરિયા અને રીંગણની પુષ્કળ આવક હોવા છતાં માંગમાં 5 ગણો વધારો નોંધાયો છે, જેના કારણે છૂટક બજારમાં કાચા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

વિવિધ પ્રકારના ઉંધિયાના ભાવ પર એક નજર

તૈયાર ઉંધિયાના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓના મતે કાચા માલ અને મજૂરીના ખર્ચમાં થયેલા વધારાને કારણે ભાવ વધારવો અનિવાર્ય બન્યો છે.

  • સામાન્ય સુરતી ઉંધિયું: 550થી 600 રૂપિયા પ્રતિ કિલો

  • જૈન ઉંધિયું (કંદમૂળ વગરનું): 550થી 650 રૂપિયા પ્રતિ કિલો

  • ફરાળી ઉંધિયું: 550થી 700 રૂપિયા પ્રતિ કિલો (સૌથી મોંઘું)

  • ઉબાડિયું (માટલા ઉંધિયું): 450થી 550 રૂપિયા પ્રતિ કિલો

ફરાળી ઉંધિયામાં રાજગરાનો લોટ, સૂરણ અને ડ્રાયફ્રૂટ્સ જેવી કિંમતી સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી તે સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે.

8 લાખ કિલો ઉંધિયાના વેચાણનો અંદાજ

સુરત શહેરમાં અંદાજે 5,000 જેટલી નાની મોટી ફરસાણની દુકાનો આવેલી છે. બજારના વિશ્લેષણ મુજબ, દરેક દુકાન સરેરાશ 100 થી 150 કિલો ઉંધિયાનું વેચાણ કરે છે. આ ગણતરીએ સમગ્ર શહેરમાં માત્ર એક જ દિવસમાં 8 લાખ કિલો ઉંધિયાનું વેચાણ થવાની શક્યતા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરતનું અર્થતંત્ર માત્ર પતંગ કે દોરા પર જ નહીં, પરંતુ ખાદ્યબજારના કરોડોના ટર્નઓવર પર પણ ટકેલું છે.

ગુણવત્તા માટે સુરતીઓનો આગ્રહ

ફરસાણના અગ્રણી વેપારીઓના જણાવ્યા મુજબ, ગેસના સિલિન્ડર અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને લીધે નફાનું માર્જિન ઘટ્યું છે, તેમ છતાં ગુણવત્તા જાળવી રાખવા માટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુરતી ગ્રાહકો પણ કિંમત કરતા ક્વોલિટી પર વધુ ભરોસો મૂકે છે. અનેક જૂની અને નામી દુકાનો પર લોકો ટોકન સિસ્ટમ હોવા છતાં કલાકો સુધી રાહ જોતા ઉભા રહે છે. ઉંધિયાની સાથે શુદ્ધ ઘીની જલેબી અને પૂરીના ભાવમાં પણ 10 થી 20 ટકાનો વધારો થયો છે, છતાં ડિમાન્ડમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર