Home Gujarat Ahmedabad Bopal Police Station Psi Viral Video Controversy

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’ : અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 07:33 AM IST

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં બનેલી એક ઘટનાએ હાલ ચર્ચાનો વિષય બની છે, જેમાં ન્યાય માટે પહોંચેલા યુવક અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે ઘટનાને લઈને વિવાદ વધ્યો છે.

મળતી માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક પોતાના મિત્રની ફરિયાદ નોંધાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયો હતો. યુવકનો દાવો છે કે તાજેતરમાં પગની સર્જરી કરાવવાના કારણે તે લાંબા સમય સુધી ઊભો રહી શકતો નહોતો, તેથી તે પોલીસ સ્ટેશનની બહાર પોતાની કારના બોનેટ પર બેઠો હતો. આ દરમિયાન સાદા કપડામાં રહેલા એક પોલીસકર્મીએ તેને ત્યાંથી ઊઠવા કહ્યું અને પછી હાજર PSI દ્વારા તેના સાથે તોછડી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુવકના કહેવા મુજબ, PSI એ ધમકાવતા કહ્યું 'બધી હોશિયારી નીકળી જશે,' ‘મારુ પોલીસ સ્ટેશન છે, અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’ અને લોકઅપમાં મૂકી દેવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે યુવકે ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ આપી છે.

"સરકારી કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.": બોપલ પોલીસ સ્ટેશન PI

બીજી તરફ, પોલીસે આક્ષેપોને નકારી કાઢતા પોતાનો અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. બોપલ પોલીસ સ્ટેશનના PI ના જણાવ્યા મુજબ, યુવકે પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે જ વાહન પાર્ક કર્યું હતું, જેના કારણે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. પોલીસે જ્યારે તેને ગાડી હટાવવા જણાવ્યું, ત્યારે યુવકે ઉગ્ર ભાષામાં જવાબ આપ્યો અને સ્થિતિ વધુ તંગ બની હતી. ઉપરાંત, પોલીસે એવો પણ આક્ષેપ કર્યો છે કે યુવકે ઘટના દરમિયાનનો સંપૂર્ણ વીડિયો રજૂ કર્યા વગર અડધો ક્લિપ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે પોલીસની કામગીરી અને નાગરિકોની વર્તણૂક અંગે ચર્ચા તેજ બની છે. PSI દ્વારા થયેલા કથિત અપશબ્દોના ઉપયોગ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now