Surat Robbery Case Accused : સુરત પોલીસ દ્વારા શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખુન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટીંગ જેવા ગુનાઓમા નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્રીત કરવામા આવી હતી જેમા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીઓને અલગ તારવી તેવા આરોપીઓના મુળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્ર કરવામા આવી જે માહીતીનું એનાલીસીસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા પી.સી.બીના માણસોની અલગ-અલગ ટીમો બનાવામા આવી જે ટીમો દ્વારા આ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ હાથ ધરી હતી
ચાર ગુનામાં નાસતા-ફરતા આરોપી ઝડપાયા
લૂંટના ચાર ગુનામાં નાસતા-ફરતા આરોપી બ્રીજભાન ઉર્ફે બૃષભાન S/O દેવીદીન ઉર્ફે દેવસીંગ લોધી નાઓ હાલ રાજસ્થાન, ચોમુ, ગ્રામ બદાવલી દોદસર, એમ.એમ.લેમીનેટ્સ ખાતે રહે છે. જે અંગે PI આર.એસ.સુવેરા નાઓએ મજકુર આરોપી બાબતે ખાત્રી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારીનાઓની લેખીત મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલીક ASI હસમુખભાઇ મોહનભાઇ તથા HC અશોકભાઈ લાભભાઈ નાઓની ટીમ બનાવી રાજસ્થાન ખાતે રવાના કરવામા આવેલ જે ટીમ દ્વારા આરોપી બીજભાન ઉર્ફે બધભાન S/O દેવીદીન ઉર્ફે દેવસીંગ લોધી ઉ.વ.50 રહે. એમ.એમ.લેમીનેટ્સ, ગ્રામ બદાવલી દોદસર, ચોમુ. રાજસ્થાન મુળ રહે. મહમદાબાદ, તા.ઉરઇ, જી.ઝાલોન, ઉત્તરપ્રદેશ વાળાને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળી છે.
અલગ અલગ જગ્યાએ લૂંટ ચલાવી હતી
પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા 1995 થી 1999 દરમિયાન તેમણે તથા તેના મિત્રો રાજપાલ, રાજેશ, ચંન્દ્રપાલ, રામ સાગર, મનીરામ તથા અન્ય ઇસમો સાથે ભેગા મળી કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી. જે અલગ-અલગ ગુનાઓમાં તેને વોન્ટેડ બતાવમાં આવ્યો હતો અને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન ખાતે અલગ-અલગ જગ્યાએ મજુરીકામ કરી પોલીસ ધરપકડથી બચી નાસતો-ફરતો હોવાની હકીકત જણાવી હતી.





















