Ahmedabad Crime News : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા એક મહત્વપૂર્ણ અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના નરોડા મુઠીયા ગામ રોડ પર શંખેશ્વર ટાઉનશિપની સામે જાહેર રોડ પરથી આરોપી નં. 1 અજય ઉર્ફે બાદશાહ, પિતા મહેશભાઈ બઘેલ, ઉંમર વર્ષ 26, રહે. ખોડીયાર નગર વિભાગ-2, ઘનશ્યામ નગર, નોબલ નગર, અમદાવાદ શહેર તથા મૂળ રહે. જય અંબે સોસાયટી, મેઘાણીનગર, અમદાવાદ શહેરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
રૂપિયા 4,73,330નો મુદ્દામાલ જપ્ત કરાયો
આરોપીના કબ્જામાંથી કોઈપણ પાસ-પરમીટ વગર ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ચરસનો કુલ જથ્થો 01 કિલો 872 ગ્રામ 120 મિલીગ્રામ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 4,68,030 થાય છે. ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ મળીને રૂ.4,73,330નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ બજવતા પોલીસ કર્મની સંડોવણી સામે આવી
આરોપીઓ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આ ગુનામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષસિંહ ચૌહાણની સંડોવણી હોવાનું બહાર આવતા, તેમને પણ ધોરણસર અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




















