Sabarkantha Crime News : સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના ગોયનાકા ગામ નજીકથી એસ.ઓ.જી. (SOG) પોલીસે બંદૂક સાથે એક યુવકને ઝડપી લીધો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે પોશીના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
ફુલ્લીદાર બંદૂક મળી આવી
દરોડા દરમિયાન પોલીસે યુવક સરવણ બુબડીયા પાસેથી એક ફુલ્લીદાર બંદૂક મળી આવી હતી. બંદૂક ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હથિયાર મળી આવતા એસ.ઓ.જી. દ્વારા યુવકને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આર્મ્સ એક્ટ હેઠળ SOGએ કાર્યવાહી હાથધરી
આ મામલે પોશીના પોલીસ મથકે યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે કે યુવક પાસે બંદૂક ક્યાંથી આવી, તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




















