Home Gujarat Revival Of The 1500 Year Old Shakti Tradition Of Uttar Kashi In Ambaji

ઉત્તર કાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ : અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ

ઉત્તર કાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ
Published by: Offbeat Team
| Last Updated: Jan 15, 2026, 05:09 AM IST

ઉત્તરકાશી સ્થિત આશરે 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે. આ પવિત્ર કાર્ય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના કરકમલે આગામી 17 જાન્યુઆરી 2026ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી 21 જાન્યુઆરી સુધી બપોરે 03:00 થી સાંજે 08:00 વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે સ્થળ અમદાવાદ એન્જિનિયર્સ, સી- 1- બી, 4318, રોડ નં. 4-યુ, ફેઝ-4, જીઆઈડીસી, વટવા રહેશે.


સ્થાપિત થનાર આ ત્રિશૂલ ઉત્તરકાશીના વિશ્વનાથ મંદિર નજીક ભાગીરથી નદીના કિનારે સ્થિત માતા આદ્યશક્તિના પવિત્ર અખંડ શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રિશૂલ માત્ર એક શિલ્પ નથી, પરંતુ શક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. દેવી મહાત્મ્ય મુજબ, જ્યારે અસુરોના અત્યાચારથી ત્રિલોક વ્યાકુળ બન્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના તેજના સંયોજનથી અઢાર ભુજાવાળી આદ્યશક્તિ માતા જગદંબાનું પ્રાગટ્ય થયું હતું. ભગવાન શિવ દ્વારા અર્પિત દિવ્ય ત્રિશૂલથી માતાએ મહિષાસુરનો સંહાર કરી ધર્મ અને સત્યની સ્થાપના કરી હતી.


આ જ દિવ્ય ભાવના અને શક્તિના સંદેશને આધારે અંબાજીમાં આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી રહી છે. અંબાજીનું ત્રિશૂલિયા ઘાટ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘાટ માતા અંબાજીના દર્શન માટે જતા યાત્રાળુઓના માર્ગ પર આવેલો છે અને અહીં પહોંચવાનો માર્ગ થોડી ચઢાણવાળો તથા પડકારજનક છે. માન્યતા છે કે આ સ્થળ પર માતાની વિશેષ કૃપા અને રક્ષણ શક્તિ વ્યાપેલી છે. ત્રિશૂલિયા ઘાટ પર દિવ્ય ત્રિશૂલની સ્થાપનાથી યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની ભાવના વિકસે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. આથી અંબાજીનો પવિત્ર યાત્રામાર્ગ વધુ આશીર્વાદમય અને સુરક્ષિત બની રહેશે.

આ દિવ્ય ત્રિશૂલની 16 ફૂટ ઊંચાઈ, આશરે 600 કિલો વજન, ઉત્તરકાશીના 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલથી પ્રેરણા અને દેવી મહાત્મ્યના શ્લોકોને આધારરૂપ ભાવના સમાવિષ્ટ છે. આ ત્રિશૂલની સ્થાપના અંબાજીના ત્રિશૂલિયા ઘાટ ખાતે કરાશે. આ ત્રિશૂલની સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર