Home Gujarat Rahman Daket Who Outsmarted The Police Finally Caught

પોલીસને હંફાવનાર ‘રહેમાન ડકેત’ આખરે ઝડપાયો : 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્ક, છ ગેંગનો 'સરદાર' દબોચાયો

પોલીસને હંફાવનાર ‘રહેમાન ડકેત’ આખરે ઝડપાયો
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 02:43 PM IST

Surat News : દેશભરની પોલીસ માટે છેલ્લા બે દાયકાથી માથાનો દુખાવો બનેલો કુખ્યાત ગુનેગાર ‘રહેમાન ડકેત’ આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના ગુપ્ત ઓપરેશનમાં ઝડપાયો છે. સુરતના લાલગેટ વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારના ગોળીબાર વિના આ આંતરરાજ્ય ગુનેગારને દબોચવામાં આવ્યો છે. તેની ધરપકડથી અનેક વર્ષોથી વણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો ખુલવાની શરૂઆત થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

14 રાજ્યોમાં ગુનાખોરીનો નેટવર્ક ઝડપાયો

પકડાયેલો આરોપી મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત છે. તે ‘ઇરાની ડેરા’ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો માસ્ટરમાઇન્ડ તેમજ 14 રાજ્યોમાં ફેલાયેલા ગુનાખોરીના નેટવર્કનો સરદાર હોવાનું સામે આવ્યું છે. રાજુ ઇરાની છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમા આપી રહ્યો હતો.

ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે

આ ડકેત નકલી CBI અધિકારી બની લૂંટ કરવી, સાધુ-બાવાના વેશમાં લોકોને છેતરવું, જીવતા સળગાવવાના પ્રયાસ, તેમજ MCOCA જેવા કડક કાયદા હેઠળના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. ભોપાલના ‘ઇરાની ડેરા’માંથી તે અલગ-અલગ રાજ્યોમાં પોતાની ગેંગોને ઓપરેટ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ તે અલગ-અલગ છ ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર હતો.

ગુનાખોરીના પૈસાથી ઉંચા શોખ પૂરા કરતો

લૂંટ અને ગુનાખોરીથી કમાયેલા પૈસાથી રાજુ ઇરાની લક્ઝરી કારો, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડા જેવા શોખ પૂરા કરતો હતો. ઘોડાથી લઈને લક્ઝરી કાર સુધીના તેના શોખ ગુનાખોરીથી કમાયેલી કમાણીની સાક્ષી આપે છે.

DCP ભાવેશ રોઝીયાએ શું કહ્યું?

ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઇરાની સુરતને પોતાનું નવું ટાર્ગેટ બનાવવા આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રીતે લાલગેટ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડ સાથે અનેક વર્ષોથી અટવાયેલા અને વણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો બહાર આવવાની શક્યતા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહીએ દેશભરની પોલીસને મોટી રાહત આપી છે અને ગુનાખોરીના મોટા નેટવર્ક પર કડક પ્રહાર કર્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર