PM on Gujarat tour : દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા PM નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
PM નરેન્દ્ર મોદીનું ભાવભીનું સ્વાગત
હેલિપેડ ખાતે PM નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
3000 ડ્રોન દ્વારા સોમનાથ ગાથા રજૂ કરાશે
PM નરેન્દ્ર મોદી ઓમકારના જાપમાં જોડાશે તેમજ 3000 ડ્રોન દ્વારા સોમનાથ ગાથા રજૂ કરતો અદભુત ડ્રોન શો રજૂ કરાશે, જે PM મોદી નીહાળશે.
1500 થી વધુ સુવર્ણ કળશ સુશોભિત
ગીર સોમનાથ તા.10 પૌરાણિક અને ઐતિહાસિક ગ્રંથોમાં વર્ણિત ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથની જાહોજલાલી PM નરેન્દ્રભાઈ મોદી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે. અવિનાશી ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ પ્રતિક રૂપ શ્રી સોમનાથ મંદિર પર આજે 1500 થી વધુ સુવર્ણ કળશ સુશોભિત થઈ રહ્યા છે, શ્રી સોમનાથ મંદિરનું ગર્ભગૃહ, શિવલિંગ પર છત્ર, ગર્ભગૃહના દરવાજા અને દરવાજા પાસેના સ્તંભો, મંદિરના શિખર પર સ્થાપિત સુવર્ણ ધ્વજ દંડ અને તેની સાથે જોડાયેલું ત્રિશૂળ વગેરે સોમનાથની પુન:ર્જીવિત થયેલી વૈભવતાની સાક્ષી પૂરી રહ્યા છે.




















