Home Gujarat Online Investment Fraud Cid Arrests Two Members Of The Gang From Unjha

ઓનલાઈન રોકાણની લાલચે કરોડોની છેતરપિંડી : ઉંઝામાંથી CIDએ ગેંગના બે સભ્યોની કરી ધરપકડ

ઓનલાઈન રોકાણની લાલચે કરોડોની છેતરપિંડી
Published by: Offbeat Team
| Last Updated: Jan 13, 2026, 11:29 AM IST

ગાંધીનગર: વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને શેરબજાર અને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે સામાન્ય નાગરિકોને લલચાવી મોટી રકમ પડાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવા જ એક મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે મહત્વની સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે કરોડોના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલા બે આરોપીઓને ઉંઝા ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ગેંગ વોટ્સએપ અને ખોટી વેબસાઈટ મારફતે લોકોને શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી લાખો નહીં પરંતુ કરોડોની છેતરપિંડી કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

કેવી રીતે થયો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ?

બે મહિના અગાઉ સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, અજાણ્યા ઈસમોએ વોટ્સએપ મારફતે સંપર્ક કરી શેરબજારમાં રોકાણ માટે નાણાકીય સેવા આપતી કંપની FINALTO ની ખોટી વેબસાઈટની લિંક મોકલી હતી.

ફરિયાદીને શરૂઆતમાં 500 ડોલરનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને તેની સામે 101 ડોલર નફો વર્ચ્યુઅલ વોલેટમાં બતાવી વિશ્વાસ બેસાડવામાં આવ્યો. બાદમાં રૂ. 43,500 ની વિથડ્રોઅલ પણ કરાવવામાં આવતા ફરીયાદી વધુ વિશ્વાસમાં આવ્યો. ત્યારબાદ અલગ-અલગ ચાર્જ અને રોકાણના નામે 7 ઓગસ્ટ 2025 થી 7 ઓક્ટોબર 2025 દરમિયાન મોટી રકમ પડાવવામાં આવી હતી.

કુલ આટલાની કરી છેતરપિંડી

આ સમગ્ર સમયગાળા દરમિયાન આરોપીઓએ કુલ રૂ. 26,66,66,000/- ની રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી.

મોબાઈલ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે ઉંઝા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં રાજેશકુમાર ઉર્ફે કપિલ પ્રહલાદભાઈ ચૌધરી (ઉંમર 34), રહેવાસી આનંદપુરા–ઉનાવા, તા. ઉંઝા, જી. મહેસાણા, જે દ્વારકેશ ટ્રેડિંગના પ્રોપરાઈટર છે અને જેમના TMB બેંક એકાઉન્ટમાં રૂ. 1.27 કરોડ જેટલી ફ્રોડની રકમ જમા થયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, તેમજ ધમેન્દ્રકુમાર હરદભાઈ રાવલ (ઉંમર 35), રહેવાસી નાનાઘર, ઉનાવા, તા. ઉંઝા, જી. મહેસાણા, જે S S ENTERPRISEના પ્રોપરાઈટર છે અને જેમના બેંક એકાઉન્ટમાં રૂ. 63.41 લાખ જેટલી ફ્રોડની રકમના વ્યવહારો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓના મોબાઈલ તપાસતા કુલ 12 અલગ-અલગ બેંક એકાઉન્ટની માહિતી મળી આવી છે. NCCRP પોર્ટલ પર તપાસ કરતાં આ એકાઉન્ટ સામે 128થી વધુ ફરિયાદો/એફઆઈઆર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં કુલ રકમ આશરે રૂ.87 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

શું હતી મોડસ ઓપરેન્ડી?

આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે પોતાના અથવા અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા. તેમાં સાયબર ફ્રોડની રકમ જમા થાય છે તેની જાણ હોવા છતાં, આ નાણાં રોકડમાં ફેરવી એજન્ટો અને હવાલા મારફતે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત સિન્ડિકેટ સુધી પહોંચાડવામાં આવતાં. બદલામાં આરોપીઓ કમિશન મેળવતા હતા. મુખ્યત્વે Investment Fraud ની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. હાલ પોલીસે 2 મોબાઈલ ફોન અને 2 બેંક ચેકબુક સાથે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!