આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળવાના બનાવમાં સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે. હવે પોલીસ તપાસમાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં બંને યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધમાં હોવાના ખુલાસા થયા છે. ત્યારે બંને યુવતીઓને લઈને X ના ફાઉન્ડર ઇલોન મસ્કે પણ ટ્વિટ કર્યું છે.
મળતી માહિતી મુજબ, બંને યુવતીઓને તેમના બોયફ્રેન્ડ સાથે તણાવ સર્જાયો હતો. જેથી કરીને તેમનું બ્રેકઅપ થયું હતું. અંદાજીટ 15 દિવસના અંતરે બંને યુવતીઓનું તેમના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. જેના કારણે બંને યુવતીઓ માનસિક તણાવમાં હતી અને બંને એ પોતાની વ્યક્તિગત સમસ્યા એકબીજા સાથે શેર કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સંબંધ તૂટવાથી બંને યુવતીઓ ભારે નિરાશામાં હતી. અંતે બંનેએ એક સાથે જીવલેણ પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી પોલીસને મળી છે.
આત્મહત્યા કરતા પહેલા બે સગીરોએ Chat GPT નો કર્યો હતો ઉપયોગ
આ મામલો એલોન મસ્ક સુધી પહોંચ્યો છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક, એલોન મસ્ક ગુજરાતની ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ દુ:ખદ ઘટના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી રહી છે. મસ્કે આ મામલે રીએક્શન આપ્યું છે.
આ મામલે અમેરિકામાં પોડકાસ્ટર અને સરકારી કાર્યક્ષમતા વિભાગના પૂર્વ સલાહકાર કેટી મિલરે X પર પોસ્ટ કરી હતી કે, ભારતમાં બે મહિલાઓએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આત્મહત્યા કરી. તેઓએ ChatGPT પર 'કેવી રીતે આત્મહત્યા કરવી', ‘આત્મહત્યા કેવી રીતે કરી શકાય’, અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે’ વિશે સર્ચ કર્યું હોવાનું કહેવાય છે. મહેરબાની કરીને તમારા પ્રિયજનોને ChatGPT નો ઉપયોગ કરવા ન દો.
એવું કહેવાય છે કે સુરતની ઘટના સંબંધિત એક પોસ્ટ X પર એક યુઝરે શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને મહિલાઓએ આત્મહત્યા કરતા પહેલા માહિતી મેળવવા માટે ChatGPT નો ઉપયોગ કર્યો હતો. એલોન મસ્કે આ પોસ્ટને રીટ્વીટ કરી, “Yikes” લખીને પોતાનું આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી.
શું હતી ઘટના?
ડીંડોલી વિસ્તારમાં આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
ઉધના સિટીઝન કોલેજની વિદ્યાર્થિનીઓ
મૃતક યુવતીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિની રોશની શિરસાઠ 18 વર્ષની અને જોસના ચૌધરી 20 વર્ષની છે. બંનેના મૃતદેહ મંદિરના બાથરૂમમાંથી મળ્યા હોવાનું સામે આવ્યું છે.



















