Home Gujarat Police Commissioners Strict Stance In Ahmedabad

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ : વાંચી લેજો અમદાવાદ પોલીસ કમિશ્નરનું આ નવું જાહેરનામું

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ
Published by: Offbeat Team
| Last Updated: Mar 09, 2026, 07:15 AM IST

અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરી પર લગામ કસવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શ્રેણીબદ્ધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત હવે સ્પા સેન્ટરો, ગેરેજ માલિકો, ઔદ્યોગિક એકમો અને મકાનમાલિકોએ ફરજિયાતપણે પોલીસ નોંધણી કરાવવી પડશે.

અમિત શાહની મુલાકાતને પગલે 'નો ડ્રોન ફ્લાય ઝોન'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં 8 અને 9 માર્ચ, 2026ના રોજ અમદાવાદની મુલાકાતે છે. સુરક્ષાના કારણોસર અને આતંકવાદી તત્વો ડ્રોન જેવા સાધનોનો દુરુપયોગ ન કરે તે હેતુથી સમગ્ર અમદાવાદમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયો છે. આ પ્રતિબંધ 8 માર્ચના રોજ સાંજે 16:00 કલાકથી 9 માર્ચની રાત્રિના 02:00 કલાક સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ડ્રોન, ક્વાડ કોપ્ટર કે પેરાગ્લાઈડર ઉડાડવા પર સખત મનાઈ છે.

સ્પા અને મસાજ પાર્લર પર બાજ નજર

શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અને ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. હવે દરેક સ્પા સંચાલકે પોતાના કર્મચારીઓની વિગતો, ફોટા અને ઓળખના પુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે. જો કર્મચારી વિદેશી હોય તો તેના પાસપોર્ટ અને વિઝાની વિગતો આપવી પણ અનિવાર્ય છે.

ધ્વનિ પ્રદૂષણ અને DJ પર નિયંત્રણ

વરઘોડા કે રેલીમાં કાનના પડદા ફાડી નાખતા ડીજેના અવાજ પર હવે લગામ મુકાશે. પોલીસની મંજૂરી વિના માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. ખાસ કરીને હોસ્પિટલ, શાળા અને અદાલતની 100 મીટરની ત્રિજ્યામાં માઇક, ડીજે વગાડવા પર પ્રતિબંધ છે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ રહેશે.

ગેરેજ અને ભાડુઆતની નોંધણી ફરજિયાત

ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના ઉપયોગને રોકવા માટે ગેરેજ માલિકોએ રિપેરિંગમાં આવતા દરેક વાહન અને તેના માલિકની વિગતો રજીસ્ટરમાં રાખવી પડશે. તે જ રીતે, આતંકી પ્રવૃત્તિઓ અટકાવવા માટે મકાનમાલિકોએ પોતાના ભાડુઆતોની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. આ નિયમ દુકાન, ગોડાઉન અને ઓફિસ ભાડે આપનાર માલિકોને પણ લાગુ પડશે.

ઔદ્યોગિક એકમો માટે માર્ગદર્શિકા

ફેક્ટરી કે અન્ય એકમોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની નોંધણી હવે 'સીટીઝન પોર્ટલ' પર ઓનલાઈન કરવાની રહેશે. નવા કામદાર રાખ્યાના 7 દિવસમાં તેની ખરાઈ કરવી માલિકની જવાબદારી રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી: ઈમેલ મળતા તંત્ર એલર્ટ

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો: રાજ્યસભા ચૂંટણી માટે સોંપાઈ મહત્વની જવાબદારી, જાણો કયા રાજ્યમાં બન્યા નિરીક્ષક

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત: SIT એ આપી ક્લીન ચિટ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન: 350થી વધુ દબાણો પર તંત્રની ત્રાટક, સ્થાનિકો સાથે ઝપાઝપી; 400 પોલીસ કર્મીઓ તૈનાત

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન

Junagadh News: સોંદરડા બાયપાસ પાસે કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર: 8 મુસાફરો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

Junagadh News

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી: અમદાવાદ-વડોદરા સહિત 10 જિલ્લામાં ‘યલો એલર્ટ’, રાજકોટ 40 ડિગ્રી સાથે સૌથી ગરમ

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: મેરેજ બ્યુરોના નામે યુવાનોને ફસાવી લાખોની છેતરપિંડી કરતાં; 2 મહિલા સહિત 4 આરોપી પોલીસ સકંજામાં

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા: અરવિંદ કેજરીવાલની હાજરીમાં સોમનાથથી શરૂ યાત્રાની પૂર્ણાહુતિ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા
Play Video

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો: ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા, ધારાસભ્ય જનક તળાવીયા કરી પુષ્ટિ

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ

વાઘોડિયામાં નર્મદા મેન કેનાલ પર બાળકોના ખતરનાક સ્ટંટ: બ્રિજ પરથી છલાંગ લગાવતા વીડિયો વાયરલ

વાઘોડિયામાં નર્મદા મેન કેનાલ પર બાળકોના ખતરનાક સ્ટંટ

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ: મુખ્યમંત્રીએ ઘાટલોડિયા અને બોડકદેવમાં જનસુવિધાના પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ

જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ: જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ મરચામાં આગ લાગવાથી સ્થાનિકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ

'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો: ઠાકોર સમાજના 35 મા સમૂહ લગ્નોત્સવમાં Dy CM હર્ષ સંઘવીની ભાવુક અપીલ, સૌને સામાજિક દૂષણો દૂર કરવા લેવડાવ્યા સંકલ્પ

'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો

કચ્છમાં ઉનાળાનો કહેર: ભુજમાં તાપમાન 38°C પહોંચતા જનજીવન પર અસર

કચ્છમાં ઉનાળાનો કહેર

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત: દુબઈથી ઓમાન સુધી ટેક્સી અને પછી 2 ફ્લાઇટ લઈ પહોંચ્યા ઘરે

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત

જામનગરની ધ્રોલ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનીનો આપઘાત: પરિવારજનોના સંચાલકો સામે ગંભીર આક્ષેપ

જામનગરની ધ્રોલ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનીનો આપઘાત