Home Gujarat Rajkot Gondal Rajkumar Jatt Sui Cide Case Ganesh Jadeaja Clean Cheat From Sit

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત : SIT એ આપી ક્લીન ચિટ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 06:26 AM IST

રાજકોટના ગોંડલમાં થયેલા રાજકુમાર જાટ આપઘાત કેસમ ગણેશ ગોંડલને SIT દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. આ બહુચર્ચિત કેસમાં SIT દ્વારા ગણેશ ગોંડલને ક્લિનચીટનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ મામલે કોઈ પ્રકારના CCTV ફૂટેજ કે પુરાવા ન મળવાથી ગણેશ ગોંડલને ક્લીન ચિટ આપવામાં આવી છે.

શું હતી ઘટના?

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો.'

તેમણે વધુમાં આક્ષેપ કર્યા કે, 'બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ SP ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'

આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now