Home Gujarat Ahmedabad Navrangpura Rural Court Bomb Threat

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી : ઈમેલ મળતા તંત્ર એલર્ટ

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 09:15 AM IST

રાજ્યમાં ફરી એક વખત બોમ્બની ધમકીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગુજરાત હાઇકોર્ટ તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી છે. ઈમેલ મળતા તંત્રમાં એલર્ટ થઈ ગયું છે અને ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ સ્કવોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

બોમ્બની ધમકી મળતાની સાથે જ કોર્ટના તમામ દરવાજા પર ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવી હતી. સાથે જ કોર્ટમાં ચાલતા તમામ કાર્યો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને સંપૂર્ણ પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો. તમામ પક્ષકરો અને વકીલોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

અગાઉ 5 માર્ચે ભુજ-વડોદરા કોર્ટને મળી મળી હતી ધમકી

અગાઉ 5 માર્ચ 2026 ભુજ- વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલ મળતા જ તંત્ર એલર્ટ પર આવી ગયું હતું. માહિતી મળતા તાત્કાલિક ધોરણે બોમ્બ ડિટેક્શન, ડોગ સ્કવોડ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો ઘટનાસ્થળે મોકલી મોકલી દેવામાં આવી હતી. પરંતુ કાઇ શંકાસ્પદ મળ્યું ન હતું. જેથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now