Home Gujarat Rajkot Married Woman Blackmail Case Gandhigram Police Complaint

રાજકોટમાં વધુ એક 'લવ જેહાદ' નો કેસ : પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલનો આક્ષેપ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટમાં વધુ એક 'લવ જેહાદ' નો કેસ
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 10:17 AM IST

રાજકોટમાં વધુ એક 'લવ જેહાદ' નો મામલો સામે આવ્યો છે. પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરવાનો આક્ષેપ સામે આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલો Gandhigram Police Station સુધી પહોંચતા પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ 43 વર્ષીય સિકંદર નામના વ્યક્તિ સામે 22 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને એક જ ઓફિસમાં સાથે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન આરોપીએ મહિલાને મિત્રતા અને વિશ્વાસમાં લઈ તેના સાથે મૈત્રી કરાર કરાવ્યો હોવાનું પણ કહેવાય છે.

માહિતી અનુસાર, આરોપીએ મહિલાને પ્રેમના બહાને પોતાના જાળમાં ફસાવી બાદમાં બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મહિલાના પતિ અને સમાજના આગેવાનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સિકંદર પોતે પણ પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંને પક્ષના નિવેદનો સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now