Home Gujarat Gujarat Ai Blockchain Cyber Security Pg Diploma Mou Gnlu Gil Dst

ગુજરાત સરકારની મોટી પહેલ : AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટીમાં શરૂ થશે 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ'

ગુજરાત સરકારની મોટી પહેલ
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 11:28 AM IST

ગુજરાતમાં ઉભરતી ટેકનોલોજી ક્ષેત્રે કુશળ માનવસંસાધન તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે Gujarat Informatics Limited (GIL), Department of Science and Technology Gujarat (DST) અને Gujarat National Law University (GNLU) વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.

આ MoU પર હસ્તાક્ષર Gandhinagar ખાતે આયોજિત ‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ’ દરમિયાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં દેશ અને ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓના 20 થી વધુ વાઇસ ચાન્સેલરોએ ભાગ લીધો હતો. આ ભાગીદારી સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ પહેલ હેઠળ ઉભરતી ટેકનોલોજી અને તેના નિયામક માળખા (regulatory frameworks) સંબંધિત વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે. તેમાં AI ગવર્નન્સ, બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સિક્યુરિટી કાયદા, ડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ સંબંધિત પોલિસી ફ્રેમવર્ક જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવશે.

આ કોર્સનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજી અને કાયદા બંને ક્ષેત્રમાં આંતરશાખાકીય કુશળતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે. આ પહેલ રાજ્યની ઝડપથી વિકસતી ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે અને કુશળ કાર્યબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now