Home Gujarat Ahmedabad Hatkeshwar Gas Pipeline Leak Khokhra Ctm Overbridge Demolition

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક : ઓવરબ્રિજ તોડકામ દરમિયાન ખોખરા વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 12:19 PM IST

Ahmedabadના હાટકેશ્વર વિસ્તારમાં ખોખરા CTM ને જોડતો ઓવરબ્રિજ તોડકામ દરમિયાન ગેસ પાઈપલાઈનને નુકસાન થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તોડકામની કામગીરી દરમિયાન પાઈપલાઈન પર ઘા લાગતા ગેસ લીકેજ થયું અને આશરે અડધા કલાક સુધી ગેસ વાતાવરણમાં ફેલાતો રહ્યો.

આ ઘટના Hatkeshwar પોલીસ ચોકી નજીક બની હતી, જ્યાં ઓવરબ્રિજના છેડાને તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાઈપલાઈન નાખવાના કામ દરમ્યાન Adani Total Gas ની ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું હતું.

ગેસ લીકેજ થતા આશરે 30 મિનિટ સુધી ગેસનો અવાજ સાથે સતત લીકેજ થતો રહ્યો. ઘટનાની જાણ થતા અદાણી ગેસ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ખોખરા વિસ્તારને મળતો ગેસ સપ્લાય હાટકેશ્વર તરફથી બંધ કરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાના કારણે ખોખરા વિસ્તારના Gujarat Housing Board સહિત અનેક સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં ગેસ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. સવારે લગભગ 10 વાગ્યાના સમયે ગેસ પાઈપલાઈનને નુકસાન થતા સમગ્ર વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ થઈ ગયો હતો.

બપોરના ભોજન બનાવવાના સમયે ગેસ સપ્લાય બંધ થતા અનેક ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઘણા પરિવારોને રસોઈ બનાવવા માટે વિકલ્પ શોધવા પડ્યા હતા.

અદાણી ગેસ કંપનીએ ગ્રાહકોને SMS દ્વારા માહિતી આપી હતી કે AMC દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે ગેસ સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો છે અને સમારકામની કામગીરી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ખોખરા CTM ને જોડતો આ ઓવરબ્રિજ તોડવાની કામગીરી હજુ ચાલુ છે અને હજુ બે સ્પાન તોડવાના બાકી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ સ્થાનિક લોકોને ટ્રાફિક અને અન્ય સુવિધાઓ અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now