અમદાવાદમાં ફરીયાદીને બ્લેકમેઈલ કરી તેની પાસેથી પૈસા પડાવવાના ઈરાદે હનીટ્રેપ કરી ફરીયાદીનો અંગત પળો માણતો વીડિયો ફરીયાદીની જાણ બહાર તેની સંમતિ વગર ઉતારી લઈ સોશીયલ મીડિયા વોટ્સેપ મારફતે ફરીયાદીને મોકલી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે વીડિયો વાયરલ ન કરવા માટે ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક પૈસાની ખંડણી માંગતા બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્યે દબોચી લીધા છે.
NCP નેતાએ હનીટ્રેપ કરી ખંડણી માંગી
ઉલ્લેખનીય છે આ ગુનાના આરોપી NCPના એક નેતા નીકળ્યા છે. અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ ઉ.વ-39 અભ્યાસ-બી.બી.એ ધંધો-રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તથા સત્યા ટાઇમ્સ ડેલી ન્યૂઝ પેપરના તંત્રી તેમજ (2) સુનિતા ઉર્ફે એની રાજપુત અભ્યાસ-ધોરણ-૧૨ સુધી ધંધો-નેઇલ આર્ટ, મહેદી અને ઇમિટેશન જ્વેલરી ચલાવે છે.
7 કરોડની ખંડણી માંગી હતી
પોલીસ તપાસ દરમિયાન આરોપી બહેન સુનિતા ઉર્ફે એની રાજપુતનાઓએ ફરીયાદીને પૈસા પડાવવાના ઈરાદે હનીટ્રેપ કરી ફરીયાદીની અંગત પળોનો ન્યૂડ વીડિયો તેની જાણ બહાર તેની સંમતિ વગર ઉતારી લઇને સત્યા ટાઇમ્સ દૈનિક ન્યૂઝ પેપરના તંત્રી આરોપી અશ્વીન ચૌહાણ નાઓની સાથે મુલાકાત કરીને તે વીડિયો આપીને આરોપીઓએ સાથે મળીને ફરીયાદીને ડરાવી ધમકાવી વીડિયો સોશિયલ મીડિયામાં તેમજ પોતાના ન્યૂઝ પેપરમાં છાપી વાઇરલ કરી દેવાની ધમકી આપીને રૂપિયા દસ કરોડની માંગણી કરી ત્યારબાદ પતવાટ કરવા ચોવીસ કલાકમાં સાત કરોડ રૂપિયા આપવામાં ન આવે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી




















