Home Gujarat Mp Mayank Nayak Attacks Congress In Mehsana

'વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરે...' : મહેસાણામાં સાંસદ મયંક નાયકના કોંગ્રેસ પર પ્રહાર

'વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરે...'
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 02:40 PM IST

MP Mayank Nayak : કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલને લઈને મહેસાણા ભાજપ દ્વારા લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે બિલને ગ્રામીણ ભારત માટે ક્રાંતિકારી અને સમયોચિત ગણાવ્યું હતું. સાથે જ આ બિલ અંગે ભ્રામક પ્રચાર કરવા બદલ કોંગ્રેસ પર કડક ટીકા પણ કરી હતી.

'યોજનાનું આધુનિક, વિસ્તૃત અને વધુ સશક્ત સ્વરૂપ છે'

કેન્દ્ર સરકારના ગત સત્રમાં મંજૂર થયેલું ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘જી-રામ-જી’ (G-RAM-G) બિલ હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બિલની મુખ્ય જોગવાઈઓ અને લાભો લોકો સુધી પહોંચે તે હેતુથી મહેસાણા સ્થિત ‘કમલમ’ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે, આ નવો કાયદો જૂની મનરેગા યોજનાનું આધુનિક, વિસ્તૃત અને વધુ સશક્ત સ્વરૂપ છે.

'2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય...'

સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, '2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ બિલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે'. તેમણે કહ્યું કે 'આ યોજના અંતર્ગત હવે ગ્રામીણ વિસ્તારોના લોકોને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. ઉપરાંત, માત્ર પરંપરાગત મજૂરી કામો સુધી સીમિત ન રહી, કૌશલ્ય વર્ધન, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોને પણ રોજગાર મિશનમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી ગામડાં પણ વિકાસની દોડમાં શહેરો સાથે કદમ મિલાવી શકે'.

'વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરે...'

આ બિલને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. સાંસદ મયંક નાયકે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'જેમ અગાઉ રામ નામનો વિરોધ કરવામાં આવ્યો હતો, તે જ રીતે આજે વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરેએ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં તૈયાર થયેલું આ બિલ દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે ભાજપ સંગઠન દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર