વડોદરા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતા કુલ 9 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI)ની આંતરિક બદલીના હુકમ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીમાં વિવિધ પોલીસ સ્ટેશન, એજન્સી તેમજ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા PIનો સમાવેશ થાય છે.
પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ
આ બદલી મુજબ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) PI તરીકે ફરજ બજાવતા જે.એમ. ચાવડાની જગ્યાએ બી.એન. ગોહિલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરોને સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ સ્થાનિક PIની લીવ રિઝર્વ સહિતના વિવિધ સ્થળોએ નવી નિમણૂક આપવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ તમામ બદલી થયેલા PIને તાત્કાલિક તેમના નવા ફરજસ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ આંતરિક બદલીનો હેતુ વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનો અને પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે.
જાણો સંપૂર્ણ લિસ્ટ




















