IND vs WI 1st Test Match: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ 2 ઓકટોબરથી એટલે કે, આજથી ભારત સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. જેમા વેસ્ટ ઈન્ડિઝ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હાલમાં પ્રથમ સેશન ચાલી રહ્યો છે. અને ભારતીય ટીમે 20 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝ ટીમની 2 વિકેટ મેળવી લીધી. જાણો સંપૂર્ણ માહિતી.
મોહમ્મદ સિરાજે ભારતીય ટીમને આપવી પહેલી સફળતા!
ભારતને ચોથી ઓવરમાં પ્રથમ સફળતા મળી. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કેચ કરાવ્યો. સિરાજનો Back-of-a-length બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. ચંદ્રપોલે રમવાનો પ્રયાસ કર્યો પણ Edge લાગતા જુરેલે શાનદાર કેચ પકડ્યો.
બૂમરાહે પણ આપવી બીજી સફળતા!
વેસ્ટ ઈન્ડિઝે સાતમા ઓવરના પહેલા જ બોલ પર બીજી વિકેટ ગુમાવી. જ્હોન કેમ્પબેલ 8 રન બનાવીને આઉટ થયો. જસપ્રીત બુમરાહે Off-stump ની બહાર જતી લેન્થ ડિલિવરી પર કેમ્પબેલને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. જ્હોન કેમ્પબેલને જસપ્રિત બૂમરાહે આ ત્રીજીવખત આઉટ કર્યો.
ભારતીય ટીમનું નેતૃત્વ
શુભમન ગિલ પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેના કેપ્ટન્સીમાં ભારતે થોડા મહિના પહેલા ઇંગ્લેન્ડમાં સિરીઝ 2-2 થી ડ્રો કરી હતી. ગિલે ટોસ વખતે જણાવ્યું હતું કે, "અમારી તૈયારીઓ સારી છે. પિચને ધ્યાનમાં રાખીને અમે ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે ઉતરી રહ્યા છીએ."
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઈન્ડિઝ (WI): રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનરીન ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાઝ, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયરી, જોહાન લેન, જેડન સીલ્સ.