logo-img
Ind Vs Wi Indian Bowling Unit Dominates In The First Session In Ahmedabad

IND vs WI; અમદાવાદમાં પહેલા જ સેશનમાં ઇન્ડિયન બોલિંગ યુનિટનો દબદબો! : વેસ્ટ ઈન્ડિઝની ટીમ લંચ બ્રેક સુધીમાં અડધી ટીમ પેવેલિયનમાં, જાણો મેચની સ્થિતિ

IND vs WI; અમદાવાદમાં પહેલા જ સેશનમાં ઇન્ડિયન બોલિંગ યુનિટનો દબદબો!
Published by: Offbeat Team
| Last Updated: Oct 02, 2025, 06:43 AM IST

IND vs WI 1st Test Match: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ 2 ઓકટોબરથી એટલે કે, આજથી ભારત સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. જેમા વેસ્ટ ઈન્ડિઝ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અને હાલ લંચ બ્રેક ચાલી રહ્યો છે. જાણો વેસ્ટ ઈન્ડિઝની ટીમ અને ભારતીય ટીમના પર્ફોર્મન્સ વિશે.

પહેલા જ સેશનમાં અડધી ટીમ પેવેલિયન પાછી ફરી!

વેસ્ટ ઈન્ડિઝ ટીમે લંચ બ્રેક સુધીમાં 90 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન રોસ્ટન ચેઝ 22 રન બનાવીને ક્રિઝ પર અણનમ છે. ભારતીય બોલરોએ શરૂથી જ લય પકડી રાખી હતી અને કેરેબિયન બેટર્સને એક પછી એક આઉટ કર્યા.

મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બૂમરાહની બોલિંગ

ભારતને પહેલી સફળતા ચોથી ઓવરમાં મળી. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કેચ આઉટ કરાવ્યો. આ પછી સિરાજે પોતાની લય જાળવી રાખી અને બ્રેન્ડન કિંગ (13) તથા એલીક એથેનાઝ (12)ને પણ પેવિલિયન મોકલ્યા. સિરાજે અત્યાર સુધી 3 વિકેટ ઝડપી લીધી છે. અને જસપ્રીત બુમરાહે જ્હોન કેમ્પબેલને (8 રન) આઉટ કર્યો. આ સાથે કેમ્પબેલ ત્રીજીવાર બુમરાહનો શિકાર બન્યો.

ભારતીય ટીમનું બોલિંગ પ્રદર્શન

લંચ પહેલા 24 મી ઓવરમાં કુલદીપ યાદવે શાઈ હોપને (26) બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી. લંચ સુધીમાં જસપ્રિત બૂમરાહે 8 ઓવર બોલિંગ કરી જેમા 24 રન આપીને 1 વિકેટ મેળવી. અને 3 મેઇડન ઓવર હતી. મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 3 મેઇડન ઓવર ફેકીને 19 રનમાં 3 વિકેટ મેળવી. નીતિશ કુમાર રેડ્ડીએ માત્ર 4 ઓવર બોલિંગ કરી જેમા 16 રન આપ્યા અને 1 મેઇડન ઓવરનો સમાવેશ થાય છે. સ્પિન બોલિંગમાં રવીન્દ્ર જાડેજાએ માત્ર 3 ઓવરમાં 15 રન આપ્યા અને એક પણ વિકેટ ન મળી. અને કુલદીપ યાદવે 1.2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ પણ મેળવી છે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11

ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઈન્ડિઝ (WI): રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનરીન ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાઝ, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયરી, જોહાન લેન, જેડન સીલ્સ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now