IND vs WI 1st Test Match Day-1 Key Moments: અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફક્ત 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, જ્યારે ભારતે દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવી લીધા. જેમા જયસ્વાલના 36 રન, કે. એલ. રાહુલના 53 રન નોટ આઉટ, સાઈ સુદર્શન ફક્ત 7 રનમાં આઉટ, અને કેપ્ટન શુભમન ગિલ 18 રને મેદાનમાં રમી રહ્યો છે.
1. સિરાજનો જાદૂઈ સ્પેલ અને જુરેલનો શાનદાર કેચ
ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજે તેગનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. જેમા વિકેટકીપર ધ્રુવ જુરેલે લેગ સાઇડ પર ડાઇવિંગ કેચ પકડીને સૌને ચોંકાવી દીધા.
2. ગિલના DRS નિર્ણયથી બુમરાહને પહેલી વિકેટ
જોન કેમ્પબેલ 8 રને LBW આઉટ થયો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યા પછી ટીમ ઇન્ડિયાએ DRS લીધો અને થર્ડ અમ્પાયરે અંતે આઉટ જાહેર કર્યો.
3. સિરાજનું “SIUU” સેલિબ્રેશન
બ્રાન્ડન કિંગલને મોહમ્મદ સિરાજે 13 રને બોલ્ડ કર્યો હતો. વિકેટ મળતાની સાથે જ સિરાજે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવું “SIUU” સેલિબ્રેશન કર્યું.
4. જસ્ટિન ગ્રીવ્ઝનો DRS નિર્ણય
જસ્ટિન ગ્રીવ્ઝને 31 મી ઓવરમાં અમ્પાયરે LBW આઉટ આપ્યો, પરંતુ તેને DRS લેવાનો નિર્ણય લીધો અને અંતે થર્ડ અમ્પાઇરે જસ્ટિન ગ્રીવ્ઝને નોટઆઉટ આપ્યો. બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થતો હોવાથી નોટ આઉટ જાહેર થયો.
5. કે. એલ. રાહુલે કર્યો કેચ ડ્રોપ
36 મી ઓવરમાં કેએલ રાહુલે સ્લિપમાં જસ્ટિન ગ્રીવ્ઝનો કેચ છોડ્યો. તે સમયે જસ્ટિન ગ્રીવ્ઝ 24 રને રમતા હતો, પછી જસ્ટિન ગ્રીવ્ઝ 32 રન બનાવીને આઉટ થયો.
6. જસપ્રિત બુમરાહના બે ઘાતક યોર્કર
39 મી ઓવરમાં બુમરાહે ગ્રીવ્ઝને 32 રને યોર્કર વડે બોલ્ડ કર્યો. અને 41 મી ઓવરમાં ડેબ્યુટન્ટ જોહાન લિનને પણ 1 રને જોરદાર યોર્કર નાખીને બોલ્ડ કર્યો.
7. વરસાદથી મેચમાં વિલંબ
ત્રીજા સેશનમાં થોડા સમય માટે વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચને થોડો સમય માટે અટકાવવામાં આવી અને મેચનો અંત 5:22 મિનિટે કરવામાં આવ્યો.
8. જયસ્વાલના એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા
15 મી ઓવરમાં યશસ્વી જયસ્વાલે જસ્ટિન ગ્રીવ્ઝની બોલિંગમાં એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. અને જયસ્વાલ 36 રન બનાવીને આઉટ થયો.
જસપ્રીત બુમરાહનો બનવાયો રેકોર્ડ
જસપ્રીત બુમરાહે ઘરઆંગણે સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલર બન્યો. જસપ્રીત બુમરાહે જવાગલ શ્રીનાથના રેકોર્ડની બરાબરી કરી, બંનેએ 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. જ્યારે કપિલ દેવે 25 ઇનિંગ્સમાં, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ 27 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી.