KL Rahul's Century And Gill's Half Century: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાએ મેચમાં દબદબો જમાવી રાખ્યો છે.
કે.એલ. રાહુલની 11 મી સદી
કેએલ રાહુલે પોતાના ટેસ્ટ કરિયરની 11 મી સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે, આ સદી ઘરઆંગણે તેમની માટે લગભગ આઠ વર્ષ પછી આવી છે. છેલ્લે તેમણે ડિસેમ્બર 2016 માં ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામે 199 રન બનાવ્યા હતા. આ સદી સાથે રાહુલએ ટીમને મજબૂત પરિસ્થિતિમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભારતનો સ્કોર 200ને પાર
ટીમ ઈન્ડિયાએ 62 મી ઓવરમાં 200 રન પાર કર્યા. ખૈરી પિયરીની ઓવરમાં રાહુલે બે રન લઈ ટીમને ડબલ સેચ્યુરીના પાર લઈ ગયો. હાલમાં રાહુલ અને યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે.
શુભમન ગિલની કેપ્ટન તરીકે ભારતમાં પ્રથમ હાફ-સેંચુરી
કપ્તાન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી પોતાની 8 મી ટેસ્ટ ફિફ્ટી નોંધાવી. ભારતમાં આ તેની કેપ્ટન તરીકેની પ્રથમ અર્ધ શતક હતો. ગિલે 57 મી ઓવરમાં રોસ્ટન ચેઝની બોલિંગમાં જસ્ટિન ગ્રીવ્ઝના હાથે કેચ આઉટ થઈ ગયો. પરંતુ તે પહેલા ટીમને લીડ અપાવી દીધી હતી. ગિલની ઇનિંગમાં 300 મો ટેસ્ટ ચોગ્ગો પણ સામેલ રહ્યો.
વેસ્ટ ઈન્ડિઝની નબળી બેટિંગ
ગુરુવારે પ્રથમ દિવસ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય બોલિંગ સામે તેઓ ટકી શક્યા નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મોહમ્મદ સિરાજે 4 વિકેટ અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી.
હાલની સ્થિતિ
ભારતના બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલની સદી અને ગિલની ફિફ્ટીએ ટીમને મજબૂત સ્થાને પહોંચાડી દીધી છે. ભારતની લીડ સતત વધી રહી છે. અને ભારતીય ટીમ પાસે લંચબ્રેક સુધી 56 રનોની લીડ છે.