Gandhinagar News : રાજ્યમાં નકલી અધિકારી બની રોફ જમાવવાનો કે, પછી પૈસા પડાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે TRAI કર્મચારી તથા પોલીસ અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી ભોગ બનનારને વોટસએપ વીડિયો કોલ મારફતે ડીઝીટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવી છેતરપિંડી કરતી ગેંગના સભ્યોને સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે, ગાંધીનગર દબોચી લીધા છે.
રૂપિયા 11,42,75,00 ની છેતરપિંડી
આરોપીઓ દ્વારા ફરીયાદીને વોટસેપ વીડિયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરી પોતાની ઓળખ TRAI દિલ્લીના કર્મચારી તથા પોલીસ અધિકારીઓ તરીકે આપી ફરીયાદીનો મોબાઇલ નંબર બે કલાકની અંદર બંધ થઇ જશે તેમ જણાવી તેઓના આધારકાર્ડથી મોબાઇલ નંબર એક્ટીવ થયેલો છે જેનો ઉપયોગ ગુનાહીત પ્રવૃત્તિમાં થયેલ હોવાનું જણાવી ફરીયાદી વિરૂધ્ધમાં એફ.આઇ.આર થયેલ છે અને CBI, FEMA, RBI, SEBI, RAW વિગેરે એજન્સીમાં તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરેલ છે તેમ કહી ડરાને અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.11,42,75,00 પડાવી લઈ છેતરપિંડી કરનાર ગેંગના સભ્યોને ગાંધીનગર ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે.
છેતરપિંડીના રૂપિયા સગેવગે કરી દેતા હતા
આરોપીઓ દ્વારા બેંક ખાતાઓ મેળવી ટેલીગ્રામના અલગ-અલગ ગૃપોમાં આ ખાતાની વિગતો સાયબર સીડીકેટના આરોપીઓને ડીઝીટલ એરેસ્ટ તથા છેતરપિંડીના રૂપિયા સગેવગે કરવા સારુ મોકલી આપતા હતા.
ઝડપાયેલા આરોપીઓ નામ
પાર્થ કનુભાઇ પટેલ
મેહુલસિંહ પ્રવિણસિંહ ચાવડા
રોનીલ ઉર્ફે વેકર ઉર્ફે ડેન રાજેશભાઇ વેકરીયા





















