Home Gujarat Formation Of A Coordination Committee Between The Government And The Bharatiya Kisan Sangh

સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે થઈ સહમતિ અને સંકલન સમિતિની રચના : 'સરકાર અને ખેડૂતો વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા ભજવશે'

સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે થઈ સહમતિ અને સંકલન સમિતિની રચના
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 04:45 AM IST

ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ સાધવામાં આવી છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે યોગ્ય ઉકેલ લાવવા માટે સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે સંકલન મજબૂત બને તે હેતુથી એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ

ભારતીય કિસાન સંઘ, જે ખેડૂતોનું એક સેવાભાવી સંગઠન છે, તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. ખેડૂતોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા માટે પ્રથમ બેઠક 30 ડિસેમ્બર, 2025ના રોજ માનનીય મંત્રી જીતુ વાઘાણી, મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ત્યારબાદ 7 જાન્યુઆરી, 2026ના રોજ નાણામંત્રી કનુ દેસાઈ અને ઉર્જામંત્રીની હાજરીમાં બીજી બેઠક યોજાઈ હતી. આ ચર્ચાઓના અંતે 8 જાન્યુઆરી, 2026ના રોજ અંતિમ અને નિષ્કર્ષાત્મક બેઠક યોજાઈ હતી.

‘સંકલન સમિતિ’ની રચના કરવામાં આવી

આ બેઠકોના પરિણામે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર સરકાર અને કિસાન સંઘ વચ્ચે સહમતિ સાધવામાં આવી છે. રાજ્ય સરકારે આ મુદ્દાઓને સકારાત્મક રીતે અને સૈદ્ધાંતિક સ્વીકાર આપ્યો છે. સ્વીકારાયેલા મુદ્દાઓના અસરકારક અમલીકરણ અને ઝડપી નિરાકરણ માટે મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષપદે ‘સંકલન સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાણામંત્રી કનુ દેસાઈ, અર્જુન મોઢવાડિયા અને ઉર્જામંત્રી ઋષિકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભારતીય કિસાન સંઘ તરફથી જગમલભાઈ, આર.કે. પટેલ, શામળભાઈ, ભુરાભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. ખેડૂતોના હિતમાં તથા ગુજરાત અને દેશના વ્યાપક હિતમાં લેવાયેલા આ નિર્ણયોનું રાજ્ય સરકારે સ્વાગત કર્યું છે. આ સંકલન સમિતિ સરકાર અને ખેડૂતો વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા ભજવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર