Home Gujarat Dahod Gang Involved In House Burglary Busted In Vadodara

ઘરફોડ ચોરી કરતી દાહોદની ગેંગનો પર્દાફાશ : 6 ગુનાઓ ઉકેલાયા, 16 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ઝડપાયા

ઘરફોડ ચોરી કરતી દાહોદની ગેંગનો પર્દાફાશ
Published by: Offbeat Team
| Last Updated: Jan 06, 2026, 03:42 PM IST

Dahod gang busted : વડોદરા શહેરમાં રાત્રીના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતી દાહોદની એક ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી હેઠળ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 16.01 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે બંધ મકાનોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે ગંભીરતા દાખવી CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના કેટલાક રીઢા આરોપીઓ તથા વડોદરામાં રહેતા સ્થાનિક ઇસમો શંકાના દાયરામાં આવ્યા હતા.

અંગત બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિનગર બ્રિજ નીચેના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. અહીં એક ઓટોરિક્ષા અને બાઇક સાથે ઊભેલા ત્રણ શખ્સોને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ જયંતિભાઇ રમેશભાઇ મંડોર, વિશાલભાઇ માધુભાઇ ડામોર અને રાજેશભાઇ રમેશભાઇ નીનામા તરીકે થઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની છે અને હાલ વડોદરા શહેરમાં વસવાટ કરતા હતા.

DCP ક્રાઇમ હિમાંશુકુમાર વર્માએ જણાવ્યું હતું કે, સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ દાહોદના રીઢા આરોપીઓ સાથે મળીને વડોદરાના વિસ્તારોમાં અગાઉથી રેકી કરતા હતા. બંધ મકાનો, આસપાસના CCTV કેમેરાની સ્થિતિ તપાસ્યા બાદ મોડી રાત્રે ઓટોરિક્ષા કે બાઇક પર આવી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના દાહોદમાં વેચી દેવામાં આવતા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે 2 સોનાની રીંગ, 2 ચાંદીની રીંગ, એક ઓટોરિક્ષા, એક મોટરસાઇકલ અને 3 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 16,01,118નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીથી ગોત્રી, અટલાદરા અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર