શુક્રવારથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યનો પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેમનો સિદ્ધપુરમાં સ્વાગત કાર્યક્રમ હતો, આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પહોંચે તે પહેલા જ ભાજપના બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી.
કાર્યકરો વચ્ચે રકઝક થતાં વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો.
શુક્રવારે સાંજે સિદ્ધપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂ થવાનો હતો, તે પહેલા કાર્યક્રમના સ્થળે જેથી થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. હકીકતમાં ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોરે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે રકઝક કરી હતી. જોકે, ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે ભીડનો લાભ લઈને તસ્કરોએ રૂપિયા અને મોબાઈલની ચોરી કરીપ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા ખાતે બપોરે પહોંચી આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં હજાર રહેલા ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ભારત માતા કી જયના નાદ સાથે તેમને આવકાર્યા હતા. જોકે, ભારે ભીડ થઈ જતાં ભીડનો લાભ લઈને તસ્કરોએ કેટલાક કાર્યકરોના ખિસ્સામાંથી રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હોવાનો માહિતી સામે આવી છે.