કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને લઈ હવે મોટી અપડેટ સામે આવી છે. પૂર્વ DGP કુલદીપ શર્માના સરેન્ડર ન કરવાના કારણે કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજે 41 વર્ષ જુના કેસમાં કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હવે પોલીસ આ ધરપકડ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે વધુ તપાસ હાથ ધરશે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ 6 મે 1984ના રોજ નલિયાના એક કેસ મામલે તત્કાલીન IPS અધિકારી કુલદીપ શર્માની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલદીપ શર્મા ગુસ્સે થઈને હાજી ઈબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટનામાં કુલદીપ શર્મા અને તેમના સાથી અધિકારી ગિરીશ વસાવડા સાથે અન્ય લોકો પણ સામેલ હતા. સરકારી કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું હતું.