Home Gujarat Black Market For Tickets For India New Zealand Day Night Match In Vadodara

વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોની કાળાબજારીનો ખુલાસો! : ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીમાં 17 ટિકિટો સાથે બે આરોપીઓ ઝડપાયા!

વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોની કાળાબજારીનો ખુલાસો!
Published by: Offbeat Team
| Last Updated: Jan 11, 2026, 08:54 AM IST

Black market for match tickets: વડોદરામાં આજે (11 જાન્યુઆરી, 2026) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઈ રહેલી પ્રથમ વનડે મેચને લઈને શહેરમાં ક્રિકેટનો જનજોશ છવાયો છે. કોટંબી સ્ટેડિયમ તરફ ચાહકોની ભીડ ઉમટી પડી છે, રસ્તાઓ પર ટીમ ઈન્ડિયાના પોસ્ટર્સ, ઝંડા અને 'ઈન્ડિયા... ઈન્ડિયા'ના નારા ગુંજી રહ્યા છે. ખાસ કરીને ચાહકોમાં એક મોટી આશા છે કે વિરાટ કોહલી પોતાની દીકરી વામિકાના પાંચમા જન્મદિવસના ખાસ પ્રસંગે સદી ફટકારીને મેચને યાદગાર બનાવશે! પરંતુ આ ઉત્સાહની વચ્ચે મેચની ટિકિટોની કાળાબજારીનો કિસ્સો પણ સામે આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત અને કડક કાર્યવાહી કરીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

બંને આરોપીઓને પકડવામાં આવ્યા

પોલીસને ગુપ્ત માહિતી મળતા નકલી ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ભાંડવાડા નાકા સેલ પેટ્રોલપંપ પાસેથી આ કાર્યવાહીમાં બંને આરોપીઓને પકડવામાં આવ્યા હતા.પોલીસે બંને પાસેથી કુલ 17 મેચ ટિકિટો કબજે કરી છે. આરોપીઓના નામ છે: કેતન પટેલ (છાણી ગામનો રહેવાસી)

હિતેષ જોશી (નિઝામપુરા વિસ્તારનો રહેવાસી)

મૂળ કિંમત કરતાં પાંચ ગણા ઊંચા ભાવે ટિકિટો વેચી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ મેચની ટિકિટોની ભારે માંગનો લાભ લઈને લાંબા સમયથી કાળાબજારી કરી રહ્યા હતા. તેઓ મૂળ કિંમત કરતાં પાંચ ગણા ઊંચા ભાવે ટિકિટો વેચી રહ્યા હતા. હવે તપાસનો મુખ્ય પ્રશ્ન એ છે કે આ 17 ટિકિટો તેઓ ક્યાંથી મેળવી રહ્યા હતા, કારણ કે ટિકિટો ઓફિશિયલી વેચાઈ ગઈ છે અને ચાહકોને મળી નથી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટિકિટોની કાળાબજારી કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સહન કરવામાં આવશે નહીં. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસની અપીલ

ક્રિકેટપ્રેમીઓને વિનંતી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. જેથી મેચનો માહોલ સુરક્ષિત, નિષ્પક્ષ અને આનંદમય રહી શકે!આજની આ મેચ ના થઈ રહી હોય ત્યારે ચાહકો માટે એક તરફ ક્રિકેટનો ઉત્સાહ અને બીજી તરફ કાયદાનું રક્ષણ – બંને મહત્વપૂર્ણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર