અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યોજાયેલા ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂબંધી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય અથવા અસામાજિક તત્વો સામાન્ય લોકોને હેરાન કરતા હોય તો મને કહેજો, હું જાતે ત્યાં આવીશ.”
''...તો હું પાછો નહીં પડું. હું જાતે આવીને કાર્યવાહી કરીશ''
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, “જો અસામાજિક તત્વો હપ્તાખોરી કરતા હોય, રંજાડતા હોય અથવા સામાન્ય વ્યક્તિને પરેશાન કરતા હોય, તો હું પાછો નહીં પડું. હું જાતે આવીને કાર્યવાહી કરીશ” તેમણે દારૂબંધીના અમલને વધુ કડક રીતે લાગુ કરવા માટે લોકોને સહકાર આપવા અપીલ કરી હતી.
નિવદેન બન્યો ચર્ચાનો વિષય!
ધારાસભ્યના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેઓ દારૂબંધી કાયદાના અમલને ગંભીરતાથી લેવાની દિશામાં સક્રિય બનવા માંગે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાના મૂડમાં છે. આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે દારૂબંધી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ પણ તેજ બની છે, અને લોકોમાં ધારાસભ્યના આ વલણને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ નિવદેનને રાજકીય ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.





















