Home Gujarat Amts Bus Driver Accidentally Picks Up Child In Ahmedabad

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને લીધો અડફેટે : ગંભીર ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ, લોકોમાં રોષ

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને લીધો અડફેટે
Published by: Offbeat Team
| Last Updated: Jan 12, 2026, 11:09 AM IST

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ફરી એક વખત AMTS બસની બેફામ ડ્રાઇવિંગના કારણે એક નિર્દોષ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાની ઘટના સામે આવી છે. ગોમતીપુરના ડાયાભાઈ કડિયાની ચાલીમાં રહેતા રાઈદ અહેમદ મોહમ્મદ રફીક અન્સારી (ઉંમર 8 વર્ષ), જે રખિયાલ ચાર રસ્તા નજીક આવેલી ઉર્દુ શાળા નંબર–2માં અભ્યાસ કરે છે, તે ગઈકાલે શાળા છૂટ્યા બાદ BRTS સર્વિસ રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રખિયાલ પોલીસ સ્ટેશન તરફથી પુરપાટ ઝડપે અને બેફામ રીતે આવતી AMTS બસના ડ્રાઇવરે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાળકના માથા, હાથ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાળક બેભાન હાલતમાં રસ્તા પર પડ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને શારદાબેન હોસ્પિટલના સર્જિકલ–2 વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

'AMTS–BRTSની બેદરકારીના કારણે કુલ 269 અકસ્માતો થયા'

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરો સાથે બાળકની હાલત અને સારવાર અંગે ચર્ચા કરી હતી. તેમણે આ ગંભીર બનાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે AMTS અને BRTSના ડ્રાઇવરો દ્વારા થતી બેફામ ડ્રાઇવિંગ હવે ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં AMTS–BRTSની બેદરકારીના કારણે કુલ 269 અકસ્માતો થયા છે અને તેમાં 13 નાગરિકોના મૃત્યુ થયા છે, જે શહેરની સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ આપી

ઈકબાલ શેખે મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે AMTS અને BRTS મારફતે કોન્ટ્રાક્ટ અથવા સર્વિસ બેઝ પર રાખવામાં આવતા ઘણા ડ્રાઇવરોને પૂરતી તાલીમ આપવામાં આવતી નથી તેમજ તેમના ડ્રાઇવિંગ લાઇસન્સની પણ યોગ્ય રીતે ચકાસણી થતી નથી. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનું કડક પાલન કરાવવું અત્યંત જરૂરી છે, જેથી નાગરિકોની જાનમાલ સુરક્ષિત રહી શકે અને કોર્પોરેશનની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે.

લોકોમાં રોષ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ DCP ટ્રાફિકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગોમતીપુર વિસ્તારમાં આવેલી તમામ શાળાઓ પાસે શાળા છૂટવાના સમય દરમિયાન, સવાર અને સાંજ બંને સમયે, ટ્રાફિક પોલીસની ફરજિયાત તૈનાતી કરવામાં આવે. છતાં આજે પણ શાળા છૂટવાના સમયે રસ્તાઓ પર અફરાતફરી અને અવ્યવસ્થા જોવા મળે છે, જે નાના બાળકો અને સામાન્ય નાગરિકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર