Home Gujarat Accused Of Cheating On Olx Caught Defrauding Millions Of Rupees

OLX પર છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો : વિશ્વાસઘાત કરી લાખોનો મુદ્દામાલ હડપતો, 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત

OLX પર છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
Published by: Offbeat Team
| Last Updated: Jan 12, 2026, 10:21 AM IST

અમદાવાદ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ, નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે શહેર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-5 ની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે.

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCB ઝોન-5 પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર (પટેલ), ઉંમર 42, રહે. ન્યુ મણીનગર, રામોલ, અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ રૂ.15,87,389 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે, જેમાં મોંઘા લેપટોપ, મોબાઇલ ફોન, DJI ડ્રોન, હાઇએન્ડ હેડફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી OLX એપ્લિકેશન પર વેચાણ માટે મુકાયેલી વસ્તુઓને નિશાન બનાવતો હતો. આરોપી ખોટું નામ આપી વેચનારનો સંપર્ક કરતો, “પૈસા આપી જઈશ” એવો વિશ્વાસ આપીને વસ્તુ લઇ લેતો અને બાદમાં રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ જતો હતો. કેટલીક વખત વેચનાર બહાર હોય ત્યારે વસ્તુ બહાર મુકાવી લઇ નજરચૂકવીને ગુનો આચરતો હતો.

આરોપીની પૂછપરછમાં અમદાવાદના નારોલ, ચાંદખેડા, ઓઢવ, તેમજ વડોદરા, ભરૂચ અને સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 6 વણશોધાયેલ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ ઉકેલાયા છે. આરોપી સામે અગાઉ ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે BNSS-2023 હેઠળ કાયદેસર કાર્યવાહી કરી આરોપીને અટકાયત કરી છે અને આગળની તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલએ કરી 30 માર્ચની સુધી ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video