ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જે ત્રણ દિવસીય છે, જેનો આજે પ્રથમ દિવસ પૂરો થયો છે. આવતીકાલે સત્રનો બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે બે સરકારી વિધયકો રજૂ કરાશે. જે પહેલા પ્રશ્નોત્તરીકાળમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા તેમજ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ સહિતના પ્રશ્નો પર ચર્ચા કરાશે. જે બાદ પ્રસ્તાવ પણ રજૂ કરાશે
સત્રના બીજા દિવસની કામકાજની વિગતો જાણો
તારાંકિત પ્રશ્નોત્તરી
(1)નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી
(2)ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી
(3) જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી
(4) સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી
(5) સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ મંત્રી (રાજ્યકક્ષા) (સ્વતંત્ર હવાલો)
વિધાનસભાના મેજ ઉપર મૂકવાના કાગળો
(1) સન 2025નો વટહુકમ ક્રમાંક-1-સન 2025નો ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) વટહુકમ તથા આ વટહુકમ બહાર પાડવા અંગેના સંજોગો સમજાવતું નિવેદન
નાણા મંત્રી કનુભાઇ દેસાઇ
(2) સન 2025નો વટહુકમ ક્રમાંક-2-સન 2025નો કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ તથા આ વટહુકમ બહાર પાડવા અંગેના સંજોગો સમજાવતું નિવેદન
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
(3) નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબના સન 2016-17 અને 2017-18ના મહાનગરપાલિકાઓના ઓડિટ
(4) ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડનો સન 2020-21નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ. કંપનીની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપુત
(5) ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબનો સન 2023-24નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, કંપનીની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા
(6) ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું સન 2003ના વિદ્યુત અધિનિયમ અન્વયેનું ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગનું તા. 28/03/2025નું જાહેરનામા ક્રમાંક જીઈઆરસી/2025/06/લીગલ/0452
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
(7) વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના
સન 1960ના ગુજરાત વિધાનસભા (અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ) પગાર અને ભથ્થા અધિનિયમ અન્વયેનું તા.19/05/2025નું જાહેરનામાં ક્રમાંક જીએચ/વીએસ/127/2022/53/એ
(ii) સન 1979ના ગુજરાત વિધાનસભા (વિરોધપક્ષના નેતા) પગાર અને ભથ્થા અધિનિયમ અન્વયેનું તા.19/05/2025નું જાહેરનામાં ક્રમાંક
રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા
અનુમતિ મળેલાં વિધેયકો વિધાનસભાના મેજ ઉપર મૂકાશે
(1) પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં વિધાનસભાએ પસાર કરેલ અને જેને રાજયપાલની અનુમતિ મળી છે તેવાં સન 2025નાં વિધેયક ક્રમાંક-7,8,9, 10, 14 અને 15 વિધાનસભાના મેજ ઉપર મૂકાશે.
સચિવ, ગુજરાત વિધાનસભા
કામકાજ સલાહકાર સમિતિના દસમા અહેવાલની રજૂઆત
સંસદીય બાબતોના મંત્રીનો પ્રસ્તાવ
(1) “આ સભાગૃહ, કામકાજ સલાહકાર સમિતિના દસમા અહેવાલ સાથે સંમત થાય"
વૈધાનિક પ્રસ્તાવ સિવાયના સરકારી પ્રસ્તાવો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પ્રસ્તાવ (60 મિનિટ)
ઓપરેશન સિંદૂર બાબતે
નાણામંત્રી કનુભાઇ દેસાઇનો પ્રસ્તાવ (60 મિનિટ)
જી.એસ.ટી. દરોમાં મોટી રાહત મુદ્દે
સરકારી વિધેયકો
(1) સન 2025નું વિધેયક ક્રમાંક-17-સન 2025નું ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) વિધેયક
પહેલું, બીજું અને ત્રીજું વાંચન નાણા મંત્રી કનુભાઇ દેસાઇ કરશે
(2) સન 2025નું વિધેયક ક્રમાંક-16-સન 2025નું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક
દાખલ કરશે તથા પહેલું, બીજું અને ત્રીજું વાંચન ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત કરશે