આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આજે અતિભારે વરસાદની ચેતવણી આપી છે. સાથે જ આગામી 48 કલાક દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
માછીમારો માટે ચેતવણી
આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે LCS-3 એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.
2 સક્રિય સિસ્ટમના કારણે ભારે વરસાદ
હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન તથા મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.