logo-img
Administration Alert Due To Heavy Rain

ભારે વરસાદને લઈ વહીવટીતંત્ર એલર્ટ : પરિસ્થતિને પહોંચી વળવા SDRFની ટીમ ખડેપગે

ભારે વરસાદને લઈ વહીવટીતંત્ર એલર્ટ
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 12:54 PM IST

પાટણ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. સતત વરસી રહેલી આકાશી આફતને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે SDRF ટીમ અને પાટણ નગરપાલિકાથી હોડી મોકલવામાં આવી છે. તાલુકાના કલ્યાણપુરા ગામે 10 લોકો અને સાંતલપુરના 15 લોકોને રાત્રે rescue કરીને સામૂહિક આરોગ્યકેન્દ્ર સાંતલપુર ખાતે પ્રાથમિક સારવાર આપી rescue center ખાતે મોકલી આપવામાં આવેલ છે.

જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બરારા અને બકુત્રાનું તળાવ ઓવરફ્લો થતાં આજુબાજુના વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રણમલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો અસરગ્રસ્ત બન્યા છે. આ પાણી હાલ મઢુત્રાથી વૌવા રોડ પર તેમજ વૌવા ગામમાંથી પસાર થઈ રહ્યું છે. વૌવા ગામમાં જવા માટેનો રસ્તો હાલ ઓવર ટોપિંગ થવાના કારણે બંધ હાલતમાં છે.

પૂરગ્રસ્ત વૌવાની પરિસ્થિતિને પગલે મદદનીશ કલેકટર રાધનપુર, મામલતદાર સાંતલપુર તથા લાયઝન અધિકારી અને નાયબ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકાના વહીવટી તંત્રનો સ્ટાફ ખડેપગે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વૌવા અને બકુત્રા ગામને જોડતો નેશનલ હાઈવે તોડવા માટે પણ તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. જરૂર પડે લોકોને rescue કરવા હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now