રાજ્યમાં ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકાના દરિયાકાંઠે દબાણ દૂર કરવામાં આવ્યું છે. દ્વારકા તાલુકાના ભીમરાના ગામના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા આ કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય.
18,200 ચોરસ ફૂટ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયું
આ અભિયાન હેઠળ કુલ 18,200 ચોરસ ફૂટ વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પૈકી 2,000 ચોરસ ફૂટ જમીન ગૌચર તરીકે ખુલ્લી રાખવામાં આવી છે, જેથી ગ્રામજનોના પશુઓ માટે ચરાઈનો લાભ મળી રહે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારના ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બુલડોઝર કાર્યવાહી
આ પ્રકારના પગલાથી દ્વારકા વિસ્તારમાં કાયદાકીય બાબતથી બુલડોઝર કાર્યવાહીનો ફરી એકવાર દાખલો સામે આવ્યો છે. જાહેર ઉપયોગની જમીન લોકોને ફરીથી ઉપલબ્ધ થાય તે હેતુથી તંત્રએ કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ આવું કોઈપણ દબાણ ન કરે અથવા સરકારના નિયમો અનુસાર કાર્યવાહી કરાશે.