Surat Crime News : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરત પોલીસ સતત સતર્ક બની છે. સુરત શહેરમાં કોઈપણ પ્રકારની આતંકી કે એન્ટીનેશનલ પ્રવૃત્તિ ન થાય તે માટે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે 2400 લોકોની સંભવિત સ્લીપર સેલ લિસ્ટ તૈયાર કરી છે. જેમાંથી 700થી વધુ લોકોની સંપૂર્ણ કુંડળી (ડોઝિયર) બનાવી તેમજ તેમની ઓળખ, લોકેશન અને ગુનાહિત પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી છે.
ગુનાહિત અને સંભાવિત સ્લીપર સેલના લોકોની વિશાળ લિસ્ટ
કુલ 2400 લોકોની માહિતી એકત્રિત
જેમાંથી 700 લોકોના ડોઝિયર તૈયાર
233 જેટલા લોકો સિરિયસ ક્રાઇમ અને ટેરર એક્ટ સંબંધિત
241 ફેક ચલણી નોટના આરોપીઓ
265 લોકો જે છેલ્લા 30 વર્ષમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા
INDPSમાં સામેલ પેડલરો
ઓઇલ ચોરીમાં સંડોવાયેલા લોકો
ગુજસીટોકના આરોપીઓ
બનાવટી ચલણી નોટના કિસ્સામાં સામેલ લોકો
સુરત પોલીસ મુજબ, આ તમામ લોકોની ઓળખ, તેમનો દેખાવ, તેઓ શું કામ કરે છે, તેઓએ પ્રોપર્ટી કેવી રીતે ખરીદી, તેમના સગરીતો કોણ છે. જેવી દરેક નાની-મોટી વિગતો એકત્રિત કરવામાં આવી છે.
આતંકી નેટવર્ક સાથે સંબંધિત જૂના કેસોનું રિવ્યૂ
2002ના મોટા કેસ, જેમાં 11 આરોપી ઝડપાયા હતા
2008ના સુરત અને અમદાવાદ બ્લાસ્ટ કેસ, જેમાં દેશભરમાંથી 72 લોકો પકડાયા હતા, જેમાં સુરતના 3 આરોપી પણ હતા
વર્તમાનમાં 11માંથી 9 આરોપી સુરતમાં, જ્યારે સાહિંદ ગુલામને મળેલી ફાંસીની સજા અંતર્ગત તે અમદાવાદ જેલમાં છે
રફીક વોન્ટેડ છે અને પોલીસના રડારમાં છે
લોકેશન ટ્રેકિંગ અને ક્રાઇમ હિસ્ટ્રી તપાસ
શહેર બહારના 178 લોકો લિસ્ટમાં
12 લોકો ગુજરાત બહાર
217 લોકો હાલ જેલમાં
સુરત ક્રાઇમ બ્રાન્ચે તમામના લેટેસ્ટ લોકેશન ચેક કર્યા
જો જરૂરી પડશે તો આઇટી વિભાગની મદદ લેવામાં આવશે
ડોઝિયર કેવી રીતે તૈયાર થયું?
વોન્ટેડ આરોપીઓ પર ખાસ નજર
પોલીસનું કહેવું છે કે આ લોકોએ હાલમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે આતંકી પ્રવૃત્તિ ન કરે તેની ખાતરી રાખવામાં આવી રહી છે. સંભવિત સ્લીપર સેલની શોધખોળ માટે વોન્ટેડ આરોપીઓ પર ખાસ નજર રાખવામાં આવી છે.





















