logo-img
Surat Pink Brts Gets A Female Driver

સુરતની પિંક BRTS ને મળી મહિલા ડ્રાઇવર : ઇન્દોરની નિશા શર્માના નામે લખાયો 'ઇતિહાસ'

સુરતની પિંક BRTS ને મળી મહિલા ડ્રાઇવર
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 20, 2025, 10:18 AM IST

Pink BRTS Bus Female Driver : સુરતમાં મહિલાઓ માટે ચલાવવામાં આવતી પિંક BRTS બસને આજે પ્રથમ વખત મહિલા ડ્રાઇવર મળી છે. ઇન્દોરની રહેવાસી નિશા શર્મા સુરતના જાહેર પરિવહનના ઇતિહાસમાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર બની છે. લગભગ 20 મહિનાની લાંબી શોધખોળ બાદ JBM Ecolife Mobility એ નિશાની નિમણૂક કરી છે.

સુરતની પિંક BRTS ને મળી મહિલા ડ્રાઇવર

નિશા પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે. હાલ તેઓ રૂટ નંબર–12 પર પિંક બસ ચલાવી રહી છે. પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર સભ્ય તરીકે નિશાએ માત્ર 22,000 રૂપિયાની સેલેરીમાં ઇન્દોર છોડીને સુરત આવવાનો મુશ્કેલ પરંતુ બહાદુર નિર્ણય કર્યો છે. તેમની માતા અને બે નાના બાળકો હાલ પણ ઇન્દોરમાં રહે છે. જોકે આવનારા દિવસોમાં પગાર વધારાની શક્યતા છે.

ઇન્દોરની નિશા શર્માએ લખ્યો ઇતિહાસ

જાહેર પરિવહન તંત્ર હવે માત્ર પિંક બસ જ નહીં, પરંતુ સામાન્ય BRTS બસોમાં પણ મહિલા ડ્રાઇવરોની નિમણૂક કરવા તૈયાર છે. મહિલાઓ માટે સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા સાથે રોજગારના નવા અવસર સર્જાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નિશા શર્માનો આ પગલું સુરત શહેર માટે માત્ર ગૌરવની વાત જ નહીં પરંતુ પુરુષપ્રધાન માનવામાં આવતી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ક્ષમતા, હિંમત અને આત્મવિશ્વાસનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ બની રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now