રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરમાં અછતને લઈ આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં અને સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત હોવાનું સાંસદે સ્વીકાર્યું છે. સુરત સાંસદે કહ્યું કે, ''યુરિયા ખાતરનું બ્લેકમેલિંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે'', તેમજ તેમણે આક્ષેપ કર્યો છે કે, ''ઈન્ડસ્ટ્રીયલમાં યુરિયા ખાતે એજન્સિઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે''.
કેન્દ્રીય મંત્રીને સાંસદે રજૂઆત કરી
સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાની મુલાકાત કરી આ મામલે રજુઆત યુરિયા ખાતરની અછત હોવાનું જણાવ્યું છે. અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ખેતી પાકમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરીયાત હોય છે, પરંતુ સમયસર યુરિયા ખાતર ન મળતા ખેતી પાક ભારે નુકસાન પણ થતું હોય છે.
''7000 યુરિયા ખાતરની બેગો તાકીદે પૂરી પાડી છે''
તેમણે કહ્યું કે, ''ઓલપાડના ગરીબ ખેડૂતોને યુરિયા ખાતરની અછતના પગલે ખૂબ મોટું આર્થિક નુકસાન જઈ શકે તેમ હતું,પરંતુ રજૂઆત પગલે મંત્રીએ 7000 યુરિયા ખાતરની બેગો તાકીદે પૂરી પાડી છે''.
''યુરિયા ખાતરમાં ચોરીનુ કામ થાય છે''
વધુમાં સાંસદે કહ્યું કે, ''હાલમાં સુરતમાં એક પણ ચિકિત્સા કેન્દ્રો (CGHS) નથી. તે સુરતમાં શરૂ કરવા રજુઆત કરી છે. યુરિયા ખાતર સસ્તું હોવાથી ખેડૂતો ને નહીં પણ ઇન્ડસ્ટ્રીમાં મોકલી દેવામાં આવ છે. આ યુરિયા ખાતરમાં ચોરીનુ કામ છે તેવા ઈસમોને પોલીસ ફરિયાદ કરવામાં આવશે''.