અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકને દબોચી લીધો છે. આપને જણાવીએ કે, તે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો.
ત્રણ સાથીઓ ભૂગર્ભ!
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરતો હતો. તેના ત્રણ સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
4 આરોપીઓ દુબઈ થઈ આવ્યા હતા
અત્રે જણાવીએ કે, ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, 4 માણસો અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને મસ્જિદોમાં અને મુસ્લિમ સમાજ પાસે જઇને પૈસા ઉઘરાવે છે. જેમાં હોટલમાંથી અલી મેઘાત અલઝહેરને દબોચી લીધો હતો. 4 આરોપીઓ દુબઈ થઈને પહેલી ઓગસ્ટ અમદાવાદ આવ્યા હતા. બે મોબાઈલ મળી આવ્યા છે, જેમાં વોટ્સએપ નંબર સીરિયાના મળ્યા છે.
3600 યુએસ ડોલર અને 25 હજાર રૂપિયા મળ્યા
ક્રાઈમ બ્રાન્ચને 3600 યુએસ ડોલર અને 25 હજાર રૂપિયા મળ્યા છે, ગાઝાના પીડિત નાગરિક તરીકે ઓળખ આપી ઢોંગ કરીને પૈસા પડાવતા હતા. જે પૈકી 1 ઝડપાઈ ગયો છે જ્યારે અન્ય 3 આરોપીઓને પકડવા માટે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. આરોપી હિન્દી કે અંગ્રેજી સમજી શકતો નથી, તે માત્ર અરબી ભાષામાં વાત કરતો હતો, તેના ફોનમાં પેલેસ્ટીયનની પીડાના વીડિઓ પણ છે
લીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી
આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે. તેઓ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ છે. એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે, તે બાબતની તપાસ ચાલુ છે. આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે. અલીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરવા અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.