logo-img
Gujarat Weather Forecast For Heavy To Extremely Heavy Rainfall In Five Districts

આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે : વિવિધ જિલ્લાઓમાં વરસાદનું ઑરેન્જ અને યલો એલર્ટ

આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 03:51 AM IST

ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

યેલો એલર્ટ

બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા દરિયાકાંઠા પર તોફાની પવન ફૂંકાઈ શકે છે.

  • પવનની ગતિ 40 થી 50 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

  • રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

  • આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગનું નિવેદન

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિ મુજબ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વધુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now