logo-img
Gujarat Rain Update 7906 Average Rainfall

ગુજરાતમાં સરેરાશ વરસાદ 79.06 ટકા નોંધાયો : 78 ડેમ હાઈ એલર્ટ, 31 ડેમ એલર્ટ પર, જાણો વરસાદની સ્થિતિ

ગુજરાતમાં સરેરાશ વરસાદ 79.06 ટકા નોંધાયો
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 01:38 PM IST

રાજ્યમાં આજે એકંદરે 697.16 મિમિ વરસાદ નોંધાયો છે. સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 79.06 ટકા જેટલો વરસાદ પડ્યો છે. અત્રે જણાવીએ કે, ગત વર્ષ 2024માં 143.14 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 2023માં 108.16 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં ઝોન વાઈઝ કુલ વરસાદની સ્થિતિ

કચ્છ - 82.91 ટકા વરસાદ

ઉત્તર ગુજરાત - 79.33 ટકા વરસાદ

પૂર્વ મધ્ય - 75.56 ટકા વરસાદ

સૌરાષ્ટ્ર - 78.57 ટકા વરસાદ

દક્ષિણ ગુજરાત - 81.68 ટકા વરસાદ


24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 230 તાલુકામાં વરસાદ પડ્યો છે. જે રાજ્યમાં સરેરાશ વરસાદ 16.02 મિમિ છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ


આ ચોમાસા દરમિયાન સ્થળાંતર તથા રેસ્ક્યુની સ્થિતિ

20 જિલ્લાઓ અત્યારસુધીમાં 5191 લોકોનું સ્થાળતર કરવાની ફરજ પડી જ્યારે 923 લોકોનું રેસક્યુ કરવાની ફરજ પડી છે.


અમદાવાદમાં આજે ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો

ઈસ્ટ ઝોન = 21.50 મિમિ

વેસ્ટ ઝોન = 32.14 મિમિ

નોર્થ-વેસ્ટ ઝોન = 30.36 મિમિ

સાઉથ-વેસ્ટ ઝોન = 21.57

સેન્ટ્રલ ઝોન = 28.63

નોર્થ ઝોન = 40.90

સાઉથ ઝોન = 20.75

અમદાવાદ શહેરમાં આજનો સરેરાશ વરસાદ 27.98 મિમિ વરસાદ

દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને 29 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

  • 24 ઓગસ્ટે વરસાદનું એલર્ટ

ઓરેન્જ એલર્ટ

જુનાગઢ

મહેસાણા

સાબરકાંઠા

અરવલ્લી


યલો એલર્ટ

પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને નગર હવેલી

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now