જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે પરિસ્થિતિ સાનુકૂળ ન થાય ત્યાં સુધી દામોદર કુંડ, વીલિંગડન ડેમ, જટાશંકર જવા પર રોક લગાવાઇ છે. જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભવનાથમાં આવેલ દામોદર કુંડમાં પાણીનું સ્તર અસાધારણ સ્તરે વધતા સલામતી માટે ભાવિકો અને નાગરિકોને પાણી ન ઘટે ત્યાં સુધી દામોદર કુંડ, વિલિંગડન ડેમ, જટાશંકર જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
જૂનાગઢ હસનાપુર ડેમ ઓવરફ્લો
જૂનાગઢ શહેરની જળજરૂરિયાત પુરૂ કરતો સૌથી મોટો ડેમ ગણાતો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. અત્રે જણાવીએ કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમ તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે.
24 ઓગસ્ટે વરસાદનું એલર્ટ
24 ઓગસ્ટે વરસાદનું એલર્ટ
ઓરેન્જ એલર્ટ
જુનાગઢ
મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી
યલો એલર્ટ
પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને નગર હવેલી