Home Gujarat Pm Modi Will Visit Gujarat On August 25 26

PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે : કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે, તડામાર તૈયારીઓ

PM મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 11:30 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. PMના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે ₹ 5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે. આ વિભાગોમાં રેલવે (₹1404 કરોડ), શહેરી વિકાસ (₹2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (₹1122 કરોડ), માર્ગ અને મકાન (₹307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (₹96 કરોડ)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે આ વિકાસકાર્યો રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારીને પ્રોત્સાહન આપશે.


અમદાવાદને મળશે ₹3125 કરોડના વિકાસકાર્યોની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં ₹2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે. આ ઉપરાંત, ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, 66kV ગોતા સબસ્ટેશન, 66kV ચાંદખેડા-2 સબસ્ટેશન, વિરમગામ ખુદડ રોડ કિમી 0/00 થી 21/400નું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલવે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.


અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત

PM અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનાવશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનશ્રી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.


ગાંધીનગર શહેરને મળશે ₹555 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગાંધીનગર શહેર માટે ₹555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તો પેથાપુર અને રાંધેજામાં પાણી પુરવઠા લાઇન અને અને GUDA હેઠળ ડભોડા ગામમાં ગટર વ્યવસ્થા સુવિધાઓ તેમજ ડ્રેનેજ માળખાનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ગાંધીનગર શહેર ખાતે રાજ્ય સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું બાંધકામ, વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વૉટર લાઇન અને ગટર લાઇન ઇન્સ્ટોલેશન વગેરેનો સમાવેશ થાય છે.


મહેસાણામાં રેલવે વિભાગના ₹1400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મહેસાણાને કુલ ₹1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે અને 2 ટ્રેનનું ફ્લૅગ-ઑફ કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹1400 કરોડથી વધુના જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું: મનપાનું હોર્ડિંગ પડતા ઘૂઘરા વેચતા પ્રોઢનું કમકમાટીભર્યું મોત, શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું

વડોદરા હાઈવે પર કાળમુખો અકસ્માત: વાવાઝોડામાં વીજ થાંભલો પડતા ટ્રક પલટી ખાઈ ઇકો કાર પર ખાબક્યો

વડોદરા હાઈવે પર કાળમુખો અકસ્માત
Play Video

World Sparrow Day 2026: 'એક હતી ચકી ને એક હતો ચકો' માત્ર વાર્તા ન બની જાય તે માટે વડોદરાની આ એનજીઓ કરી રહ્યું છે ભગીરથ કાર્ય

World Sparrow Day 2026

રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ: કમોસમી વરસાદથી ધરતીપુત્રો અને વેપારીઓ ભારે ચિંતામાં

રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ

ગુજરાતના ખેડૂતો માટે ફાયદો જ ફાયદો: કૃષિ યાંત્રિકીકરણ માટે ₹1565 કરોડની ફાળવણીથી ખેતીમાં આવશે પરિવર્તન

ગુજરાતના ખેડૂતો માટે ફાયદો જ ફાયદો

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા": વડોદરામાં મહિલાએ નશામાં પોલીસ સમક્ષ કર્યો લવારો; રસ્તા વચ્ચે સૂઈ જઈ મચાવ્યો હોબાળો

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા"

વડોદરા પોલીસની ‘કૂલ’ પહેલ: કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને અપાયા હાઈટેક ‘AC હેલ્મેટ’

વડોદરા પોલીસની ‘કૂલ’ પહેલ

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા: વડોદરા શહેરના માંડવી પાસે ગાયકવાડ શાસનકાળની બે માળની દુકાનમાં ભીષણ આગ

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં: વડોદરામાં ફાયર બ્રિગેડના 100થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર, નવલખી મેદાનમાં નોંધાવ્યો વિરોધ

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં

ગુજરાતમાં અચાનક મોસમી પલટો: કચ્છમાં ટાવર ધરાશાયી, રાજકોટ-જામનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં અચાનક મોસમી પલટો

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો: 25 કરોડના રિસ્ટોરેશન બાદ નવી ઓળખ

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક: પોરબંદરના વિકાસને નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડાના વિકાસકામોની ભેટ

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક

શું રડવાની સજા મોત?: સુરતમાં કળિયુગી માતાએ 2 વર્ષીય દીકરીનું ઢીમ ઢાળ્યુ!

શું રડવાની સજા મોત?

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?: જાણો ધર્મનાં નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગુરુની અસલી કહાની

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ: મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી: વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે": કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે"

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'
Play Video