logo-img
Ahmedabad Young Man Was Kidnapped And Killed

અમદાવાદમાં લોહિયાળ ગેંગવોર : 10 લોકો તિક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યા, લોહીથી લથબથ યુવકની હત્યા, ભયનો માહોલ

અમદાવાદમાં લોહિયાળ ગેંગવોર
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 08:58 AM IST

અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ રહ્યો ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે. આમ તો સુરક્ષિત શહેરમાં અમદાવાદ શહેરની ગણના થાય છે, પરંતુ હત્યારાઓ અને અસામાજિક તત્વોનો આવાર-નવાર આતંક સામે આવી રહ્યો છે. ત્યારે કાગડાપીઠ વિસ્તારમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. જો કે, આ મામલે પોલીસ કેટલાક આરોપીઓને દબોચી પણ લીધા છે


10થી વધુ લોકોએ ધારિયા વડે હુમલો કર્યો

કાગડાપીઠ વિસ્તારમાં રોડની વચ્ચે જ 10થી વધુ લોકોએ ધારિયા જેવા હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. આપને જણાવીએ કે, થોડા સમય અગાઉ યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, તે જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં છે. લોહીયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને ત્રણ આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

માથાભારે તત્વોએ હત્યા કરી

કાગડાપીઠમાં ભાઈની જ્યા હત્યા કરવાની કોશિષ કરી ત્યાંજ યુવકનું ઢીમ ઢાળી દઈશું તેવું વિચારીને માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને હત્યાકાંડને અંજામ આપ્યો છે. માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને યુવકનું અપહરણ કરીને તેના પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી એક જ સમાજના લોકો વચ્ચે લોહીયાણ ગેંગવોર ચાલી રહ્યો છે.


6થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

શહેરકોટડા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઔડાના મકાનમાં રહેતા અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સતીષ ઉર્ફે સતીયો પટણી, વિશાલ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો, બાવો, સાજન, રાજ ઉર્ફે સેસુ સહિત 6થી વધુ લોકો વિરૂદ્ધ અપહરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે.


ઘરથી જ અપહરણ કર્યું હતું

અક્ષય સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. અક્ષયનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે, જ્યારે નાનો ભાઈ નીતિન કાગડાપીઠ ખાતે સંકુલ કોમ્પલેક્ષમાં નોકરી કરે છે. ગઈકાલે(22 ઓગસ્ટે) અક્ષયના મોબાઈલ પર તેની બહેનનો ફોન આવ્યો હતો કે, નિતીનનું અપહરણ કરીને રીક્ષામાં કેટલાક તત્વો લઈ ગયા છે. અક્ષય તરત જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે પહોચી ગયો હતો. જ્યાં તેને જાણવા મળ્યું કે, નિતીનને મેઘાણીનગરમાં આવેલા પટણીનગરમાં લઈ ગયા છે, ત્યા કેટલાક લોકો તેને મારમારી રહ્યા છે. બાદમાં અક્ષયને જાણવા મળ્યું કે નિતીન પર સતિષ, વિશાલ, મહેશ, બાવો, સાજન, રાજ સહિતના લોકોએ ધારીયા, પાઈપ, દંડા વડે હુમલો કર્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now