આજે સૌરાષ્ટ્રના ભાવનગર જામનગર સહીત કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે આગાહી કરી છે કે જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
દરિયો ન ખેડવાની સૂચના
વધુમાં ડૉ. એ. કે. દાસ જણાવે છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શકયતા છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે સિગ્નલ નં-3 લગાવવામાં આવ્યું છે.
5 સિસ્ટમ સક્રિય
એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, પરંતુ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના દર્શાવતી હવામાન વિભાગે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે. સાથે જ નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે વહી શકે છે. મહેસાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મૂશળધાર વરસાદની શક્યતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારાઓને સતર્ક રહેવાની અપીલ.