ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગની આગાહી
આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના.
આગામી 2 દિવસ માટે રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર.
21 ઑગસ્ટથી ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે.
અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ થી ભારે વરસાદની શક્યતા.
આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરતાં ચેતવણી આપી છે.
આગામી 72 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે.
નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે વહી શકે છે.
મહેસાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મૂશળધાર વરસાદની શક્યતા.
નીચાણવાળા વિસ્તારોમાં રહેનારાઓને સતર્ક રહેવાની અપીલ.