Parrot Sorathia Murder Case: પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. અનિરુદ્ધ સિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે સાથો સાથ 4 સપ્તાહમાં સરેન્ડર કરવાનો પણ હુકમ કર્યો છે.
વિવાદિત નિર્ણયને કોર્ટે ફગાવ્યો
અગાઉ તત્કાલીન જેલના ADGP ટી એસ બિષ્ટ દ્વારા વર્ષ 2018માં જૂનાગઢ જેલ અધિકારીઓને પત્ર લખી અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી તે નિર્ણયને ફગાવી દીધો છે.
પોપટ સોરઠીયાના પૌત્રએ અરજી કરી હતી
મૃતક પોપટ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, ''દોષિતે માત્ર 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો''.
જાણો કેસ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં જ સરાજાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં ટાડા એકટ હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને 2018માં સજા માફી આપવો સરકારે નિર્ણય લીધો હતો, જે મામલાને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી
અનિરુદ્ધસિંહ જાડેજા વિવાદોમાં ઘેરાયેલા
અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા વિવાદોમાં ઘેરાયેલા છે.