PM Modi on Gujarat tour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમના આ દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ કરશે. જેમાં પ્રથમ દિવસે, 24 ઓગસ્ટે, વડાપ્રધાન અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM મોદીને આવકારવા સ્વચ્છતા-ગણેશજીના થીમ-બેનરો લાગ્યા
અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના અંદાજે કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે, સાથો સાથ સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને લીલી ઝંડી પણ બતાવશે. ઉલ્લેખનીય છે કે, PM મોદી નિકોલમાં જાહેરસભાને લઈ નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. તેમજ વડાપ્રધાન વતનના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેમને આવકારવા સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિતની થીમ-બેનરો લગાવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.