logo-img
Mohammad Shakeel Yakub Dhuiya Who Had A Criminal History Forced Himself To Leave

ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી! ગુનેગારોમાં ભયનો માહોલ : પોલીસના ડરથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા મોહમદ શકીલ યાકુબ ધુઈયાએ જાતે જ દબાણ કર્યું દૂર

ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી! ગુનેગારોમાં ભયનો માહોલ
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 12:05 PM IST

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હવે વધુ અસરકારક બની રહી છે. આ કાર્યવાહીઓનો સીધો અને સચોટ દાખલો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. પોલીસના સતત દબાણ અને કડક કાર્યવાહીના ભયથી એક હિસ્ટ્રીશીટર આરોપીએ પોતે જ પોતાનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું, જે પોલીસની સફળતા અને ગુનેગારોમાં ઉભરતા ડરનો સ્પષ્ટ સંકેત છે.

પોલીસના ડરથી હિસ્ટ્રીશીટર આરોપીએ જાતે જ દબાણ દૂર કર્યું

કચ્છના મુંદ્રા તાલુકાના બારોઈમાં રહેતા મોહમદ શકીલ યાકુબ ધુઈયા નામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. આ આરોપીએ બે અલગ-અલગ જગ્યાએ બાંધકામ કરીને કુલ 16 ઓરડીઓ બનાવી હતી. આશરે 450 ચોરસ મીટર જેટલી આ જગ્યાની બજાર કિંમત અંદાજે રૂ. 10,35,000/- હતી.

ગુજરાત પોલીસ દ્વારા સરકારી મિલકતો પર દબાણ કરનારા ગુનેગારો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ડરના કારણે, મોહમદ શકીલ ધુઈયાને લાગ્યું કે પોલીસ ગમે ત્યારે તેના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી શકે છે. આ ભયના કારણે, પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ, તેણે જાતે જ પોતાનું દબાણ દૂર કરી દીધું.

આ ઘટના ગુજરાત પોલીસની કાર્યશૈલીમાં આવેલા સકારાત્મક પરિવર્તનને દર્શાવે છે. હવે ગુનેગારો ફક્ત કાયદાના ડરથી જ નહીં, પરંતુ પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીના ભયથી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now